Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વડોદરા મેરેથોનમાં વિજેતા ટીમના યુવકનું ચાલુ ટ્રેનથી પડી જતાં મોત

વડોદરા મેરેથોનમાં વિજેતા ટીમના યુવકનું ચાલુ ટ્રેનથી પડી જતાં મોત
, મંગળવાર, 7 ફેબ્રુઆરી 2017 (14:06 IST)
રવિવારે વડોદરામાં યોજાયેલી મેરેથોનમાં રીલે રેસમાં જીત મેળવી પાછા જઈ રહેલા ૨૦ વર્ષના યુવાન લોકેશ વાઘમોરેનું ઘરે પહોંચે એ પહેલા જ વસઇ સ્ટેશન પર જ અકસ્માતમાં મોત થયું હતું. જેના કારણે તેના મિત્રો અને પરિવારમાં જીતની ખુશીને બદલે મોતનું મોતમ છવાઇ ગયું હતું.વસઇ ગામમાં રહેતો લોકેશ વડોદરામાં મેરેથોનમાં ભાગ લઇ સૌરાષ્ટ્ર એક્સપ્રેસમાં તેના મિત્રો સાથે પાછો ફરી રહયો હતો. એક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્ર એક્સપ્રેસને વસઇ સ્ટોપેજ નથી, પણ ટ્રેન ધીમી પડી રહી હોવાથી લોકેશ ચાલુ ટ્રેને જ વસઇ પર ઉતરી જવાનો ચાન્સ લીધો હતો. ટ્રેનમાંથી ઉતરી વખતે તેનો પગ સ્લિપ થતાં તે નીચે પડી ગયો હતો. તેની સાથે પ્રવાસ કરી રહેલા મિત્રોએ તરત જ ટ્રેન ઉભી રખાવી હતી અને તેને બહાર કાઢવામાં આવ્યો હતો, પરંતુ ગંભીર ઇજાને કારણે તેનું મોત થયું હતું. આ બાબતે વસઇ ગવર્નમેન્ટ રેલવે પોલીસને જાણ કરાઇ હતી. તેમને તેના મૃતદેહનો તાબો લઇ નવઘર પીએમ સેન્ટરમાં પોસ્ટમોર્ટમ માટે મોકલાવી આપ્યો હતો. રવિવાર રાતે જ તેની માતાએ તેના મૃતદેહનો તાબો લીધો હતો.લોકેશના પરિવારની આર્થિક સ્થિતિ મજબૂત નથી. પિતા બિમાર છે, લોકેશ છૂટક કામ કરીને પોતાના ગરીબ પરિવારનું ગુજરાન કરતો હતો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વડોદરાની પારુલ યુનિવર્સિટિમાં 60 વિદેશી વિદ્યાર્થીઓ સામે હત્યાના પ્રયાસનો ગુનો