Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સાબરમતિ રિવરફ્રન્ટ પર આકર્ષક પેડેસ્ટ્રિયનબ્રિજ બનશે

સાબરમતિ રિવરફ્રન્ટ પર આકર્ષક પેડેસ્ટ્રિયનબ્રિજ બનશે
, બુધવાર, 25 જાન્યુઆરી 2017 (14:57 IST)
સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ સત્તાવાળાઓ દ્વારા દર વર્ષે નવીન સુવિધાઓ અને સહેલાણીઓ માટે આકર્ષણનો ઉમેરો કરાઇ રહ્યો છે. તાજેતરમાં પશ્ચિમ કાંઠે નયનરમ્ય રિવરફ્રન્ટ ફલાવર ગાર્ડનનું લોકાર્પણ કરાયું. હવે આગામી દિવસોમાં વિદેશીશૈલીનો આકર્ષક પેડે‌સ્ટ્રિયન બ્રિજ રિવરફ્રન્ટનું નવલું નજરાણું બને તે દિશામાં ચક્રો ગતિમાન કરાયાં છે. રિવરફ્રન્ટમાં ૬૧,૩૦૦ ચો.મી. જગ્યામાં તૈયાર કરાયેલું ઇવેન્ટ ગ્રાઉન્ડ શહેરમાં યોજાતા ઇવેન્ટનું કેન્દ્ર બન્યું છે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય કક્ષાના સેમિનારનું આયોજન થાય તે પ્રકારના આધુનિક એક્ઝિબિશન સેન્ટર પચાસ હજાર ચો.મી. જગ્યામાં રૂ.૧૬૦ કરોડના ખર્ચે પ્રગતિના પથ પર હોઇ રિવરફ્રન્ટ શહેરની મધ્યમાં વિકાસ, વ્યવસ્થા અને સુંદરતાનો સંગમ બની રહ્યો છે.અત્યારે સાબરમતી નદી ઉપર પશ્ચિમ અને પૂર્વ કાંઠાને જોડતા સરદાર બ્રિજ, ગાંધીબ્રિજ, નહેરુબ્રિજ, આંબેડકરબ્રિજ, વિવેકાનંદબ્રિજ, સુભાષબ્રિજ અને દધી‌િચબ્રિજ એમ સાત રિવર બ્રિજ છે. પરંતુ સઘળા બ્રિજ વાહનવ્યવહાર માટેના છે. પરિણામે રાહદારીઓ માટે નદી પર આશરે રૂ.૬૦ કરોડના ખર્ચે આકર્ષક પેડે‌િસ્ટ્રયન બ્રિજ બનાવાશે. રિવરફ્રન્ટના પશ્ચિમ કાંંઠે આવેલા ફલાવર ગાર્ડનથી પૂર્વ કાંઠાના સૂચિત એક્ઝિબિશન સેન્ટરને આ પેડે‌િસ્ટ્રયન બ્રિજ જોડશે રિવરફ્રન્ટનો પેડે‌િસ્ટ્રયન બ્રિજ સિંગલ સ્પાન ટ્રસ બ્રિજ હશે. જે ૩૦૦ મીટરની લંબાઇ અને છ મીટર પહોળાઇ ધરાવશે.પેડે‌િસ્ટ્રયન બ્રિજનો સહેલાણીઓ અપર પ્રોમીનોડ અને લોઅર પ્રોમીનોડ એમ બંને જગ્યાએથી ઉપયોગ કરીશ શકશે. બ્રિજની વચ્ચે લેન્ડ સ્કેપિંગ અને બેઠકવ્યવસ્થા પણ હશે. આનાથી મુલાકાતીઓની સુવિધામાં વધારો થશે તેમજ નદીની સુંદરતાને માણી શકાશે.દરમ્યાન મ્યુનિ. સત્તાવાળાઓએ પેડે‌િસ્ટ્રયન બ્રિજની ડિઝાઇન બનાવવાનું કામ શરૂ કર્યું છે. સ્ટીલ સ્ટ્રકચર ધરાવતા બ્રિજની ડિઝાઇન ૩ મહિનામાં તૈયાર કરાશે. ત્યારબાદ ટેન્ડ‌િરંગ વગેરેની પ્રક્રિયાના બે વર્ષમાં એટલે કે મે ર૦૧૮ સુધીમાં અમદાવાદીઓ પેડે‌િસ્ટ્રયન બ્રિજનો આનંદ માણી શકશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગાંધીનગરની ગાદી કોને મળશે તેના માટે આદિવાસી વોટ બેન્ક સૌથી અગત્યની