Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વિધાનસભા સંકુલમાં ગૃહમંત્રી ઉપર જુતું ફેંકનાર સામે ગુનાહિત ષડયંત્રનો ગુનો

વિધાનસભા સંકુલમાં ગૃહમંત્રી ઉપર જુતું ફેંકનાર સામે ગુનાહિત ષડયંત્રનો ગુનો
, શુક્રવાર, 3 માર્ચ 2017 (11:49 IST)
ગુજરાત વિધાનસભા સંકુલમાં આજે ગોપાલ ઈટાલીયા નામના શખ્સ દ્વારા ગૃહમંત્રી ઉપર જુતું ફેંકવાની ઘટના બનતાં ચકચાર મચી હતી. પોલીસ તાબડતોડ આ યુવાનને લઈ રવાના થઈ ગઈ હતી અને તેની સામે ગુનો નોંધવો કે નહીં તેની કલાકોની ગડમથલ બાદ આખરે ગુનાહીત ષડયંત્ર સહિત અન્ય પાંચ કલમો હેઠળ તેની સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે તેની ધરપકડ કરી લીધી છે અને હવે આવતીકાલે કોર્ટમાં રજૂ કરી રીમાન્ડ મેળવવા માટેની તજવીજ પણ કરવામાં આવશે.  

નાયબ મુખ્યપ્રધાનને પોલીસના નામે ફોન કરીને દારૃબંધીની પોલ ખોલનાર ગોપાલ ઈટાલીયા આજે વિધાનસભામાં પહોંચી ગયો હતો. વિધાનસભા સંકુલની બહાર જ્યારે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પત્રકારોને પ્રતિક્રિયા આપી રહયા હતા તે દરમ્યાન જ ગોપાલ ત્યાં ધસી આવ્યો હતો અને ગૃહમંત્રી ઉપર જુતું ફેંકયું હતું. એટલું જ નહીં એક જુતું ના વાગતાં ફરીવાર તેણે બીજું જુતું કાઢીને ફેંકયું હતું. તુરંત જ ત્યાં હાજર પોલીસ જવાનોએ પકડી લીધો હતો. જ્યાંથી તેને ગાંધીનગરની એસઓજી કચેરી ખાતે લઈ જવામાં આવ્યો હતો અને પોલીસે તેની પુછપરછ શરૃ કરી હતી. જો કે તેની સામે ગુનો નોંધવો કે નહીં તે માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ગૃહમંત્રી અને ગૃહવિભાગના અધિકારીઓ સાથે બેઠક પણ કરી હતી. ત્યારબાદ કલાકોની ગડમથલ બાદ તેની સામે ગુનો નોંધવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેના પગલે આઈપીસીની  ૩૩૨,૩૩૭,  ૩૫૫, ૩૫૩, ૪૪૭  અને ૧૨૦(બી) સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હવે પોલીસ તેના આવતીકાલે રીમાન્ડ માંગીને આ ઘટનાની વધુ વિગતો મેળવવાનો પ્રયાસ કરશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કેરલના કલચ્ચીમાં RSS કાર્યાલય પાસે બોમ્બ બ્લાસ્ટ