Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Sunday, 9 March 2025
webdunia

ગુજરાતના જવાન જમ્મુ કાશ્મીરમાં આતંકી સાથે અથડામણમાં શહીદ, આજે અંતિમયાત્રા

ગુજરાતના જવાન જમ્મુ કાશ્મીરમાં આતંકી સાથે અથડામણમાં શહીદ,  આજે અંતિમયાત્રા
, રવિવાર, 6 ઑગસ્ટ 2023 (12:06 IST)
જમ્મુ-કાશ્મીરમાં જવાન શહીદ: કુલગામમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં સુરેન્દ્રનગરનો જવાન શહીદ, આજે અમદાવાદમાં અંતિમયાત્રા નીકળશે. સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના મોજીદડ ગામના વતની અને હાલ અમદાવાદ ખાતે રહેતા આર્મી જવાન શહીદ થયા છે. જેમની અંતિમયાત્રા  આજે નીકળશે. 
 
આતંકવાદીઓ સાથે અથડામણમાં મહિપાલસિંહ પ્રવિણસિંહ વાળા (ઉંમર વર્ષ-25) શહીદ થયા છે.
 
અમદાવાદની સદાશિવ સોસાયટી વિરાટનગર ખાતેથી શહીદ જવાન મહિપાલસિંહની  અંતિમયાત્રા નિકળશે.  લીલાનગર સ્મશાન ગૃહમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે.  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતમાં ભૂકંપના પ્રચંડ આંચકા