Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાત: ભયાનક અકસ્માત, 10નાં મોત

accident
, શુક્રવાર, 11 ઑગસ્ટ 2023 (14:18 IST)
અમદાવાદના બાવળા-બગોદરા હાઈવે પર ભયાનક અકસ્માત થયો છે, જેમાં 5 મહિલા, 3 બાળક સહિત 10 લોકોનાં મોતની આશંકા છે. વિગતો મુજબ ટ્રક પાછળ મીની ટ્રક ઘુસી જતા આ અકસ્માત સર્જાયો હતો. જેમાં 10 વ્યક્તિના મોત થયા છે તો 10 વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા છે. આ તરફ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી છે. 
 
પંચર થયેલી ટ્રક પાછળ છોટા હાથી ઘૂસ્યું
અકસ્માતમાં 10 લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા છે. કપડવંજ અને બાલાસિનોરના 17 લોકો છોટા હાથીના લોડિંગ ટેમ્પોમાં બેસીને ચોટીલા દર્શન કરવા માટે ગયા હતા. ત્યાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે બાવળા-બગોદરાની વચ્ચે એક ટ્રક પંચર થયેલી ઊભી હતા. ત્યારે અચાનક ઊભેલી ટ્રકની પાછળ આ લોડિંગ ટેમ્પો ઘૂસી જતા ઘટનાસ્થળે 10 લોકોએ દમ તોડી દીધો હતો
 
ઈજાગ્રસ્તોને સારવાર માટે 108 મારફત હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે. પ્રાથમિક વિગતો મુજબ મૃતકો કપડવંજના સુધા ગામના હોવાનું સામે આવ્યું છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

હાઈકોર્ટના 4 જજની બદલીની ભલામણ