Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાજ્યની પ્રથમ હેરિટેજ ટુરીઝમ પોલિસી જાહેર, જોવાલાયક પુરાતન સ્થળો વર્લ્ડ ટુરિઝમ મેપ પર ચમકશે

રાજ્યની પ્રથમ હેરિટેજ ટુરીઝમ પોલિસી જાહેર, જોવાલાયક પુરાતન સ્થળો વર્લ્ડ ટુરિઝમ મેપ પર ચમકશે
, શુક્રવાર, 11 સપ્ટેમ્બર 2020 (11:20 IST)
ગુજરાત પ્રવાસનને વેગ મળે તે માટે ગુજરાત સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત સરકાર દ્રારા આજે રાજ્યની પ્રથમ હેરિટેજ ટુરિઝમ પોલિસી જાહેર કરવામાં આવી છે. નવી હેરિટેજ ટુરીઝમ પોલીસીને મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠકમાં આખરી ઓપ આપ્યો હતો. વિજય રૂપાણીએ વર્ષોથી વણ વપરાયેલી રહેલી ઐતિહાસિક વિરાસત, ઈમારતોના પ્રવાસન આકર્ષણ માટે ઉપયોગની નવી દિશા ખોલી દીધી છે. નવી હેરિટેઝ પોલીસ જાહેર કરતાં રાજ્યના પ્રવાસન- ટુરીઝમ સેકટર બુસ્ટ મળશે. 
 
જાણો શું છે ટુરિઝમ પોલીસના ફાયદા
 
- ગુજરાતમાં રાજા રજવાડાના ઐતિહાસિક મહેલો, કિલ્લાઓ, દર્શનીય સ્થળો, ઈમારતો,  ઝરૂખાઓ, મિનારાઓમાં શરૂ કરી શકાશે. હેરિટેજ હોટલ, હેરિટેજ મ્યુઝિયમ, હેરિટેજ બેન્ક્વેટ હોલ અને હેરિટેજ રેસ્ટોરેન્ટ
 
- ૧ જાન્યુઆરી ૧૯૫૦ પહેલાની આવી ઐતિહાસિક ઇમારતો, મહેલો, કિલ્લા વગેરેમાં હેરિટેજ હોટલ, હેરિટેજ મ્યુઝિયમ, હેરિટેજ બેન્ક્વેટ હોલ અને હેરિટેજ રેસ્ટોરેન્ટ બની શકશે
 
-હેરિટેજ મ્યુઝીયમ હેરિટેજ બેંકવેટ હોલ અને હેરિટેજ રેસ્ટોરન્ટ નવા શરૂ કરવા કે રીનોવેશન રિસ્ટરેશન માટે ૪૫ લાખથી ૧ કરોડ સુધીની સહાય અપાશે.
 
- ટુરિટેજ ટુરિઝમ પોલિસી અન્વયે નવી શરૂ કરાનાર કે હયાત  હેરિટેજ હોટલ માં રિનોવેશન  એકસપાંશન માટે રૂપિયા ૫ થી ૧૦ કરોડ સુધીની મળશે સહાય
 
- હેરિટેજ પ્લેસના મૂળભૂત માળખા કે સ્ટ્રકચર ને કોઈ છેડ છાડ કર્યા સિવાય આ કામગીરી કરી શકાશે
 
- પાંચ વર્ષ માટે ૭ ટકા વ્યાજ સબસિડી મહત્તમ પ્રતિવર્ષ ૩૦ લાખની મર્યાદામાં અપાશે
 
- રાણી કી વાવ, ચાપાનેર વર્લ્ડ હેરિટેજ સાઇટ અને અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટી સાથે દેશ-વિદેશના પ્રવાસીઓ હવે રાજા રજવાડાના મહેલો, કિલ્લાઓ, ઐતિહાસીક વિરાસત મહત્વ ધરાવતી ઇમારતોમા પણ પ્રવાસન વૈવિધ્યનો ભરપુર લાભ લઈ શકશે.
 
- વિદેશી હૂંડિયામણ થી આવક ના વધુ  સ્ત્રોત ઊભા કરવાનો મુખ્યમંત્રીનો વિકાસ લક્ષી પ્રેરણાદાયી વિચાર

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સત્તાનો દુરઉપયોગ: કોન્સ્ટેબલો ખોટા મેમો ફટકારતાં આઇપીએસ અધિકારીને ફટકાર, 500 મેમો રદ કર્યા