Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આ શહેરોમાં રાત્રી કર્ફ્યૂ યથાવત, લગ્ન સમારંભ, ધાર્મિક કાર્યક્રમો સહિત પર લગાવવામાં આવ્યા કડક નિયંત્રણો

આ શહેરોમાં રાત્રી કર્ફ્યૂ યથાવત, લગ્ન સમારંભ, ધાર્મિક કાર્યક્રમો સહિત પર લગાવવામાં આવ્યા કડક નિયંત્રણો
, મંગળવાર, 11 જાન્યુઆરી 2022 (21:21 IST)
રાજ્યમાં કોરોના વિસ્ફોટને પગલે સરકાર એક પછી એક નવા નિયંત્રણો જાહેર કરી રહી છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યના નાગરિકોના વ્યાપક આરોગ્ય હિતમાં કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. આ ફેરફારો આવતીકાલે એટલેકે તારીખ 12 મી જાન્યુઆરી 2022થી અમલમાં આવશે અને અને તારીખ 22 જાન્યુઆરી 2022 ના સવારે 06:00 વાગ્યા સુધી અમલમાં રહેશે.
 
રાજ્યમાં 8 મહાનગરોમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જુનાગઢ અને ગાંધીનગર શહેર ઉપરાંત આણંદ અને નડિયાદ જિલ્લામાં રાત્રી કર્ફ્યૂ અને નિયંત્રણો યથાવત્ત રાખવામાં આવ્યા છે. રાત્રી કર્ફ્યૂમાં કોઇ વધારો કે ઘટાડો કરાયો નથી. તે નિયમ હાલ છે તેમ યથાવત્ત જ રહેશે. 
 
જો કે હવે સરકાર દ્વારા જાહેર કાર્યક્રમો, લગ્ન સમારંભો સહિતના કાર્યક્રમોમાં ભીડ એકત્ર કરવા પર નિયંત્રણ લાવવામાં આવ્યું છે. સમગ્ર રાજ્યમાં તમામ રાજકીય, સામાજીક, શૈક્ષણીક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો અને સમારંભો અને ધાર્મિક સ્થળો પર મહત્તમ 150 વ્યક્તિઓ જ હાજર રહી શકશે. આ ઉપરાંત જો કોઇ બંધ જગ્યા હોય તો તે સ્થળની કુલ ક્ષમતાના 50 ટકા લોકો હાજર રહી શકશે. એટલે કે જો હોલની ક્ષમતા 1000 લોકોની હોય તો પણ મહત્તમ 150 લોકો હાજર રહી શકશે. કોઇ પણ કાર્યક્રમમાં 150 થી વધારે લોકો એકત્ર નહી થઇ શકે. 
 
આ ઉપરાંત લગ્ન સમારંભમાં 150 થી વધારે વ્યક્તિઓ હાજર નહી રહી શકે સાથે સાથે ડીજીટલ ગુજરાત પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે. અત્રે ઉલ્લે્ખનીય છે કે, અત્યાર સુધી લગ્ન પોર્ટલમાં 400 લોકોની હાજરીને પરવાનગી હતી. જો કે હવે તે ઘટાડીને 150 કરી દેવામાં આવતા હવે મહેમાનોના આમંત્રણમાં કાપ મુકવાનો વારો આવ્યો છે. 
 
ગુજરાતમાં કોરોના વિસ્ફોટને પગલે સરકારે પણ હવે દવાનો સ્ટોક કરવાની શરૂઆત કરી છે. રાજ્ય સરકારે 4 લાખ 85 હજાર મોલનુપિરાવિર અને ફેરિપિરાવિરની 75000 સ્ટ્રિપનો ઓર્ડર આપ્યો છે. મોલનુપિરાવિરની 800 એમજીના ડોઝ પાંચ દિવસ સુધી બે વાર લેવાના હોય છે.
 
આ દવા કોરોના સંક્રમણ વિરુદ્ધ 70-80 ટકા અસરકારક છે, જેનું ટેન્ડર ભરવાની છેલ્લી તારીખ 15 જાન્યુઆરી છે, જ્યારે 20 જાન્યુઆરીએ શરૂ થનારી GTUની પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જ્યાર ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા માટે ઓફલાઇન અને ઓનલાઇન બે વિકલ્પ આપવામાં આવ્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Gujarat Corona Update - ગુજરાતમાં કોરોના કેસનો ધડાકો, વધતા કેસે સરકારની ચિંતા વધારી