Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાત ગૌરવ દિનની ઉજવણી: અમદાવાદમાં તહેવાર જેવો માહોલ

ગુજરાત ગૌરવ દિનની ઉજવણી: અમદાવાદમાં તહેવાર જેવો માહોલ
, શનિવાર, 22 એપ્રિલ 2017 (12:58 IST)
ગુજરાત સમગ્ર વિશ્વમાં પોતાની આગવી ઓળખ બનાવી ચૂક્યું છે. જેમાં ખાણીપીણી, રહેણી કરણી, ઉત્સવો અને પરંપરાઓએ આખા વિશ્વને ઝઝૂમતું કર્યું છે. કારણ કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. ગુજરાત એક એવું રાજ્ય છે જ્યાં ક્રાંતિ છે. લોકોમાં એકતા છે. ત્યારે ફરીવાર તેના જન્મદિવસની ઉજવણી થવા જઈ રહી છે.  પહેલી મેએ ગુજરાતનો 57મો જન્મદિવસ છે. રાજ્યના સ્થાપનો દિવસ ઊજવવા અમદાવાદને પણ ઝળાહળા કરાયું છે.
webdunia

આરટીઓ પાસેના સર્કલને પણ રોશનીથી સજાવવામાં આવ્યું છે. આ સાથે સરકારી ઇમારતોને પણ રોશનીથી શણગારવામાં આવી છે. જ્યારે અમદાવાદની ઓળખ સમી સાબરમતી નદીના રિવરફ્રન્ટના રસ્તાઓને પણ રંગબેરંગી રોશનીથી શુસોભીત કરવામાં આવ્યા છે. ગુજરાતના સ્થાપના દિવસની ઉજવણી અમદાવાદમાં થવાની  છે ત્યારે સમગ્ર અમદાવાદમાં તહેવાર જેવા માહોલની અનુભૂતી થઇ રહી છે.
 
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મંદિર ખાતે લાઇટ અને સાઉન્ડ શોનો પ્રારંભ - ૩૫ મિનિટસનાં આ શોમાં મંદિરનાં ભવ્ય ઇતિહાસ, સંઘર્ષ, સાર્વભૈામત્વ અને ચિરંજીવી પ્રભાસ સંસ્કૃતિનાં દર્શન થશે