Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જસદણની પેટાચૂંટણી - કેશુભાઈ પટેલની સરકારમાં મંત્રી રહી ચૂકેલા આ નેતા કોંગ્રેસમાં જોડાતા ભાજપને ડબલ ફટકો

જસદણની પેટાચૂંટણી - કેશુભાઈ પટેલની સરકારમાં મંત્રી રહી ચૂકેલા આ નેતા કોંગ્રેસમાં જોડાતા ભાજપને ડબલ ફટકો
, બુધવાર, 28 નવેમ્બર 2018 (12:35 IST)
ગુજરાતમાં જસદણની પેટા ચૂંટણી પહેલાં ભાજપને 24 કલાકમાં જ 2 ફટકા પડ્યા છે. ધંધૂકાના  પૂર્વ ધારાસભ્ય અને કોળી નેતા લાલજી મેરે ભાજપ છોડ્યાના ગણતરીના કલાકોમાં જ ભાજપના વધુ એક નેતાએ ભાજપને અલવિદા કરી દીધી છે. ભાજપ સરકારમાં પ્રધાન રહેલા એક કદાવર નેતાએ  ભાજપનો સાથ છોડી કોંગ્રેસનો હાથ પકડ્યો છે. આમ ભાજપને મોટો ફટકો પડ્યો છે.

જસદણની પેટાચૂંટણીને લઈને રાજકીય ગરમાવા વચ્ચે ભાજપને ઝટકો અને કોંગ્રેસને વધુ એક સફળતા મળી છે. ભાજપમાંથી રાજીનામું આપનારા લાલજી મેર આવતીકાલે કોંગ્રેસનો ખેસ પહેરવાના છે. જસદણ પેટા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક સફળતા મળી છે. કેશુભાઈ પટેલની સરકારમાં પ્રધાન પદે રહેલા સુંદરસિંહ ચૌહાણ કોંગ્રેસમાં જોડાયા છે. તેઓ મહેમદાબાદના છે અને તેમણે આજે કોંગ્રેસનો ખેસ ધારણ કરતા ભાજપને વધુ એક ફટકો પડ્યો છે.

લાલજી મેરનું નામ જસદણ પેટા ચૂંટણીની રેસમાં છે. તેઓ કોળી આગેવાન પણ છે. કોળી બહુમતી ધરાવતા જસદણમાં ભાજપે પણ કોળી નેતા કુંવરજી બાવળિયાને મેદાને ઉતાર્યા છે અને તેમની સામે કોંગ્રેસ પણ લાલજી મેર જેવા કોળી આગેવાનને મેદાને ઉતારી ભાજપને પડકાર ફેંકી શકે છે. એકાએક લાલજી મેરનું ભાજપમાંથી રાજીનામું ઘણા અાગેવાનોને ખટક્યું હતું હવે તેઓ જસદણના ઉમેદવારોની દાવેદારીમાં આવી ગયા છે. 
જસદણની પેટા ચૂંટણીમાં ઉમેદવારની પસંદગી મામલે કોંગ્રેસના દાવેદારોની રેસમાં વધુ એક નામ ઉમેરાયું છે. ભાજપમાંથી રાજીનામું આપનાર પૂર્વ ધારાસભ્ય લાલજી મેરનું નામ રેસમાં જોડાયું છે. તેઓ જસદણથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી શકે છે. લાલજી મેર કોળી આગેવાન છે અને ટિકિટ ના મળતાં ભજપમાંથી રાજીનામુ આપ્યું છે. 
ત્યારે કોંગ્રેસના પ્રભારી અને નિરીક્ષકોની બેઠકમાં બંધ બારણે લાલજી મેરના નામની ચર્ચા થઈ છે. પ્રભારી રાજીવ સાતવે જસદણના સંભવિત દસ દાવેદારો સાથે બેઠક કરી હતી. બેઠકમાં તમામ દસ ઉમેદવારોનો એક રાગ સાંભળવા મળ્યો. તેમણે ભાજપના ઉમેદવારને હરાવવા મહેનત કરવાની વાત કરી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કૌભાંડી વિનય શાહની ધરપકડ થતા રોકાણકારોમાં મૂડી તો પાછી મળશે એવી આશા બંધાઈ