Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ખંભીસર વરઘોડા વિવાદ મુદ્દે પરિવારનાં 40થી વધારે લોકો ફરિયાદ આપવા પહોંચ્યાં

ખંભીસર વરઘોડા વિવાદ મુદ્દે પરિવારનાં 40થી વધારે લોકો ફરિયાદ આપવા પહોંચ્યાં
, મંગળવાર, 14 મે 2019 (15:06 IST)
મોડાસા તાલુકાના ખંભીસર ગામે અનુસૂચિત જાતિના યુવકના લગ્નનો વરઘોડો કાઢવા મામલે રવિવારે ધણું જ ઘર્ષણ અને બબાલ થઇ હતી. જેમાં સાંજે પથ્થરમારો થતાં 10થી વધુ લોકોને ઈજા થઈ હતી. રવિવારે તો આ વરઘોડો પાછો ઘરે પરત ફર્યો હતો પરંતુ સોમવારે પોલીસ પ્રોટેક્શ સાથે વરઘોડો ગયો હતો. આ મામલામાં પોલીસ અને અનુસૂચિત જાતિના યુવકનાં પરિવાર વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. ખંભીસરમાં ડાહ્યાભાઈ પુંજાભાઈ રાઠોડના પુત્ર જયેશનાં વરઘોડા અંગે લગ્ન પ્રસંગ પતાવીને આજે મંગળવારે 40થી વધુ પરિવારજનો સાથે પોલીસ ફરિયાદ કરવા પહોંચ્યા છે. પોલીસ મથકે વરરાજાનાં વરઘોડાનાં વિવાદની અને વરરાજાનાં કાકાને પડેલા માર માટે પોલીસ ફરિયાદ કરવા પહોંચ્યાં હતાં

. મહત્વનું છે કે ખંભીસરમાં ડાહ્યાભાઈ પુંજાભાઈ રાઠોડના પુત્ર જયેશના લગ્નનો વરઘોડો રવિવારે બપોરે કાઢવા માટે પોલીસ બંદોબસ્ત મંગાયો હતો. તે ગામમાં આ પહેલા અનુસૂચિત જાતિના કોઈનો વરઘોડો નીકળ્યો ન હતો. ગઇકાલે ફરીથી પોલીસ બંદોબસ્ત સાથે વરઘોડો કાઢવામાં આવ્યો હતો.ગઇકાલે આ ઘટનામાં બે ઇજાગ્રસ્તને અમદાવાદનાં સિવિલ હોસ્પિટલમાં મોડી રાતે લાવવામાં આવ્યાં હતાં. જેના કારણે ખંભીસર ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ હતી. પથ્થરમારામાં બેન્ડ અને ડીજેમાં પણ તોડફોડ થઈ હતી. પોલીસના સરકારી વાહન ઉપરાંત અન્ય ત્રણ વાહનોને પણ નુકસાન થયું હતું.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદમાં જાહેરમાં થૂંકતા પહેલા વિચારજો, અત્યાર સુધી 412 લોકો ઝડપાયા