ગુજરાતમાં ભ્રષ્ટાચારના આરોપ બદલ 1 વર્ષમાં 255 અધિકારી-કર્મચારીઓ સામે કાર્યવાહી
, ગુરુવાર, 12 માર્ચ 2020 (14:25 IST)
ગુજરાતમાં એન્ટિ કરપ્શન બ્યુરો (એ.સી.બી.) દ્વારા એક વર્ષમાં વર્ગ-1થી 4ના સરકારી અિધકારીઓ-વચેટિયાઓ સામે 255 ગુનાઓ નોંધાવામાં આવ્યા છે. ભ્રષ્ટાચાર સામે સરકાર નિષ્ઠાપૂર્વક પ્રયાસો કરી રહી છે. આ સંદર્ભે વર્ષ 2015માં એ.સી.બી. દ્વારા ભ્રષ્ટાચાર સામે થયેલા ગુનાઓનો કન્વિક્શન રેટ 20% હતો અને તે વર્ષ 2020માં 43% થઇ ગયો છે તેમ ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે. ગુજરાતમાં વહિવટી પારદર્શિતા સાથે ભ્રષ્ટાચાર સામેની લડાઇ અવિરત જારી રહેશે અને તે વિષય પર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સૌથી વધુ ભાર મૂક્યો છે તેમ જણાવતા ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ઉમેર્યું હતું કે,'ભ્રષ્ટાચાર સંદર્ભેના સમગ્ર દેશના સર્વેમાં ગુજરાતમાં ભ્રષ્ટાચારનું પ્રમાણ સૌથી ઓછું છે, તેનું કારણ વહિવટી પારદર્શિતા સાથે આમુલ પરિવર્તનથી આ પરિણામ આવ્યું છે. ' ગુજરાતમાં એ.સી.બી. દ્વારા અિધકારી-કર્મચારી તેમજ વચેટિયા વિરૂદ્ધ ગુનાઓ અંતર્ગત ગૃહમાં ઉપસિૃથત પ્રશ્નના ઉત્તરમાં તેમણે જણાવ્યું હતું કે, '31 ડિસેમ્બર 2019ની સિૃથતિએ એક વર્ષમાં વર્ગ-1થી 4ના અિધકારીઓ-વચેટિયાઓ સામે 255 ગુનાઓ નોંધાયા છે. આ પૈકી 144 વચેટિયાઓની ધરપકડ કરીને તેઓ સામે કાયદેસરની કાર્યવાહી પણ કરાઇ છે. ભ્રષ્ટાચાર સામેના કેસો સંદર્ભે વર્ષ 2013-14માં કુલ 378 કેસ થયા હતા અને તેની સાપેક્ષમાં વર્ષ 2018-19માં કેસોની સરખામણીએ 587 કેસ કરવામાં આવ્યા છે.અિધકારી-કર્મચારીઓની રૂપિયા 27 કરોડની અપ્રમાણસર મિલકતના કેસ શોધીને કેસો કરવામાં આવ્યા છે. એસીબીના કેસના કારણે રાજ્ય સરકારમાં અંદાજે રૂપિયા 86 કરોડ પરત રીકવર થયેલા છે. ભ્રષ્ટાચાર સામેની સઘન કાર્યવાહી માટે વહીવટી તંત્રને જરૂરી ટેક્નિકલ સપોર્ટ, સંબિધત વિષયના તજજ્ઞાોની ઉપલબ્તામાં વધારો કરાયો છે. એટલું જ નહીં સજામાં પણ વધારો કરવામાં આવ્યો છે.'
આગળનો લેખ