Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Gujarat corona update - ગુજરાતમાં નવા 1144 પોઝિટિવ કેસ નોંધાયા,24 લોકોનાં મોત ,783 લોકો ડિસ્ચાર્જ

Gujarat corona update - ગુજરાતમાં નવા 1144 પોઝિટિવ કેસ નોંધાયા,24 લોકોનાં મોત ,783 લોકો ડિસ્ચાર્જ
, ગુરુવાર, 30 જુલાઈ 2020 (10:47 IST)
ગુજરાત રાજ્યમાં કોરોનાનાં કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 1144 કેસ નોંધાયા છે. તો કુલ 24 દર્દીઓના મોત થયા છે. જેમાં સુરતમાં 11, અમદાવાદમાં 5, વડોદરામાં 3, પાટણ, રાજકોટમાં 2 તો મહેસાણામાં 1 દર્દીનું મોત થયું છે. આમ રાજ્યમાં કોરોનાના કારણે મૃત્યુઆંક 2396 થઇ ચૂક્યો છે. તો હાલમાં 89 દર્દીઓને વેન્ટીલેટર પર રાખવામા આવ્યા છે.
 
છેલ્લા 24 કલાકમાં 783 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને રાજ્યમાં કોરોના વાયરસના એક્ટિવ કેસની સંખ્યા 13535 થઈ ગઇ છે, જ્યારે ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસનો આંક 59126 પર પહોંચી ગયો છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 43195 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 
 
છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વાત કરીએ તો સુરતમાં સૌથી વધુ 291, અમદાવાદમાં 141 કેસ, વડોદરામાં 95 કેસ નોંધાયા છે. આમ રાજ્યમાં કોરોનાના કેસ ઝડપભેર વધી રહ્યા છે. તો આજદિન સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ 7 લાખ 13 હજાર 006 ટેસ્ટ કરવામા આવ્યા છે. 
 
 

10:56 AM, 30th Jul
⭕  જિલ્લા વાઈસ કેસ : 
•અમદાવાદ- 26184
•વડોદરા-4462
•સુરત-12614
•રાજકોટ-1639
•ભાવનગર-1287
•આણંદ-450
•ગાંધીનગર-1396
•પાટણ-562
•ભરૂચ-831
•નર્મદા-298
‌•બનાસકાંઠા-676
‌•પંચમહાલ-439
•છોટાઉદેપુર-140
•અરવલ્લી-301
•મહેસાણા-806
•કચ્છ-494
•બોટાદ-216
•પોરબંદર-62
•ગીર-સોમનાથ-346
‌•દાહોદ-523
•ખેડા-557
•મહીસાગર-312
•સાબરકાંઠા-405
•નવસારી-520
•વલસાડ-596
•ડાંગ- 16
•દ્વારકા-46
•તાપી-149
•જામનગર-641
•જૂનાગઢ-815
•મોરબી-238
•સુરેન્દ્રનગર-706
•અમરેલી-405 કેસ નોંધાયા

10:55 AM, 30th Jul
*24 કલાકમાં સુરત 291,અમદાવાદ 152,વડોદરા 95,રાજકોટ 80,ગાંધીનગર 50,મહેસાણા 36,ભાવનગર 35,ભરૂચ-દાહોદ 33,જૂનાગઢ-સુરેન્દ્રનગર 31,મોરબી 28,અમરેલી 24,જામનગર-વલસાડ 19,નર્મદા-પાટણ 18,નવસારી 17,પોરબંદર-સાબરકાંઠા 14,કચ્છ 13,મહીસાગર 12,આણંદ-બનાસકાંઠા-ખેડા-પંચમહાલ-તાપી 10,બોટાદ-ગીરસોમનાથ 8,છોટાઉદેપુર 2,અરવલ્લી-ડાંગ-દ્વારકા 1 કેસ*
 
● રાજ્યમાં કુલ કેસ : 59126
● રાજ્યમાં કુલ મોત : 2396
● રાજ્યમાં કુલ સ્વસ્થ : 43195
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલની નેતાઓને ચેતાવની- ગદ્દારી કરી તો...