Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સરકારે ઝિકા વાયરસની માહિતી પાંચ મહિના સુઘી દબાવી રાખી,ધ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનો રીપોર્ટ

સરકારે ઝિકા વાયરસની માહિતી પાંચ મહિના સુઘી દબાવી રાખી,ધ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનો રીપોર્ટ
, સોમવાર, 29 મે 2017 (13:01 IST)
અમદાવાદના  બાપુનગરમાં બે અને  મેમનગરના  ગોપાલનગરમાં એક સહિત ત્રણ કેસ ખતરનાક ઝિકા વાઇરસના નોંધાયા હતા. જે ત્રણેય કેસ જાન્યુ.થી ફેબૃઆરી ૨૦૧૭ દરમિયાન કન્ફર્મ થયા હતા. પરંતુ રાજ્ય સરકારની લાપરવાહીથી ૬૫ લાખ અમદાવાદીઓને ઝિકા વાઇરસની માહિતી પાંચ મહિના સુધી દબાવી રાખી હતી. અમદાવાદીઓના નાગરિકોના સ્વાસ્થયની જવાબદારી જેના શીરે છે તે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનને પણ વાઇરસની માહિતી આપવામાં આવી ન હતી,

આજે ઝિકા વાઇરસને લઇ અમદાવાદ મ્યુનિ.એ મેયર અને કમિશનરની અધ્યક્ષતામાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યુ હતું. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને ભારતનો પ્રથમ ઝિકા વાઇરસે અમદાવાદમાં દેખા દીધી હોવાનો રિપોર્ટ કર્યો છે. ત્યારે રાજ્ય સરકાર જાગી હોય તેમ આજે પત્રકાર પરિષદને સંબોધતા અમદાવાદના મેયર ગૌતમ શાહ અને  મ્યુનિ.કમિશનર મુકેશ કુમારે જણાવ્યુ કે નાગરિકોએ ઝિકા વાઇરસની ગભરાવવાની કોઇ જરૃર નથી કેમ કે તે ડેન્ગ્યુથી ઓછો ખતરનાક છે.એટલું જ નહીં ડેન્ગ્યુની સરખામણીએ ઝિકાનો મૃત્યુદર પણ ઓછો છે. પાંચ મહિના પહેલા નોંધાયેલા ઝિકા વાઇરસના કેસ બાદ પણ લોકજાગૃતિના કાર્યક્રમોનું આયોજન શુધ્ધા થયુ નથી અને લોકો સુધી વાઇરસ અંગેની પુરતી માહિતી જ પહોંચી શકી નથી.   ઝીકા વાઇરસને લઇ અમદાવાદ એરપોર્ટ પર એલર્ટ જારી કરવામાં આવ્યુ છે. રાજ્ય સરકારે તકેદારીના ભાગરૃપે અને  સુરક્ષાના કારણોસર અમદાવાદ એરપોર્ટ પર મડિકલ ઓફિસરોની ટીમ તાકીદે તૈનાત કરી દીધી છે. અમદાવાદના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર વિવિધ ફલાઇટોમાં વિદેશથી અવરજવર કરતા હજારો મુસાફરો પર ઝીકા વાઇસરને લઇ સઘન વૉચ રાખવામાં આવી રહી છે. રાજ્ય સરકારના હેલ્થ વિભાગે સ્પેશિયલ મેડિકલ ઓફિસરોની અનુભવી ટીમ તૈનાત કરી કરી દીધી છે જેમાં એક ટીમમાં ત્રણ એમ ત્રણ શિફ્ટમાં નવ મેડિકલ ઓફિસર ડિપાર્ચર અને એરાઇવલમાં ખડેપગે છે. ખાસ કરીને મોડીરાતે મુસાફરોની મુવમેન્ટ વધુ હોય છે ત્યારે ટીમને એલર્ટ રહેવા ખાસ સુચના જારી કરાઇ છે. એટલું જ નહીં સિનિયર સિટીઝન અને ગર્ભવતી મહિલા મુસાફરોને ખાસ સ્કેનીંગ કરવા આદેશ કરાયા  છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પરિણામની ચિંતામાં નદીમાં ઝંપલાવ્યું, આખરે 71% ટકા મેળવ્યાં પણ જીવના બચ્યો