Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Gujarat Budget 2025 - ગુજરાત સરકારના નાણામંત્રી કનુભાઇ દેસાઈ આજે રજૂ કરશે વર્ષ 2025-26નું બજેટ

kanubhai desai
ગાંધીનગરઃ , ગુરુવાર, 20 ફેબ્રુઆરી 2025 (08:42 IST)
આજે નાણામંત્રી કનુભાઈ દેસાઈ વિધાનસભામાં ગુજરાત સરકારનું સામાન્ય બજેટ રજૂ કરશે. આ વર્ષનું કુલ બજેટ 3.72 લાખ કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. નાણામંત્રી ચોથું બજેટ રજૂ કરશે. બજેટમાં કૃષિ, શિક્ષણ, આરોગ્ય અને સિંચાઇની બાબતો પર ભાર મુકવામાં આવશે
 
અમદાવાદ કોર્પોરેશનમાં વિપક્ષ દ્વારા સુધારેલું બજેટ રજૂ કરાયું. 810 કરોડના સુધારા સાથે 16 હજાર 312 કરોડનું બજેટ રજૂ કર્યું. પ્રોપટી ટેક્સમાં પ્રજાને 30 ટકા રિબેટ આપવા સૂચના અપાઇ. વિવાદિત હાટકેશ્વર બ્રિજને તોડીને નવો બનાવા અંગે સૂચન કરવામાં આવ્યા. કોન્ટ્રાક્ટ પ્રથા દૂર કરી કાયમી કર્મચારીઓની નિમણૂકની માગ કરવામાં આવી છે.

નવા બજેટમાં ટુરિઝમ સેક્ટર પર રાજ્ય સરકાર ફોકસ કરશે. તથા ઈવેન્ટ બેઝ ટુરિઝમ સેક્ટર સમાવવા જાહેરાત થઈ શકે છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરવા માટે નવી જાહેરાત કરાશે. તેમજ રસ્તાઓ, વાહનવ્યવહાર સહિત નવા પ્રોજેક્ટની જાહેરાત કરશે સાથે જ શહેરી વિકાસ વિભાગમાં પણ નવા વિકાસના કામોનો સમાવાશે અને નવી મહાનગરપાલિકાઓ બાબતે પણ જાહેરાત કરશે. તેમજ નવી મહાનગરપાલિકાના વિકાસ કામોનો બજેટમાં સમાવેશ થશે. વિધાનસભા બજેટ સત્ર દરમિયાન વિવધ વિભાગના પ્રશ્નોની ચર્ચા થશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 નાં પહેલા જ રાઉન્ડમાંથી બહાર થઈ જશે પાકિસ્તાન, બની રહ્યા છે આ સમીકરણ