ગુજરાત સરકાર હાલ સામાજિક આંદોલનો સામે ઝઝૂમી રહી છે. તે ઉપરાંત મોંઘવારીનો માર ખાનાર મધ્યમ વર્ગ સરકારી ધારાધોરણોથી દાજ્યો છે. બીજી બાજુ જોઈએ તો સરકાર અને ખેડૂત વચ્ચેનો સેતુ જાણે તૂટી રહ્યો છે. કોંગ્રેસ વિવિઘ મુદ્દે સરકારને ઘેરવાના પ્રયાસો કરી રહી છે. ત્યારે કોંગ્રેસના આક્ષેપ મુજબ તમામ મુદ્દે નિષ્ફળ ગયેલી ભાજપ સરકાર પોતાના આ લોલિપોપ બજેટથી ચૂંટણી જીતી શકશે એ મોટો સવાલ છે. અત્યારે રજુ થયેલા બજેટમાં કેટલીક જોગવાઈઓ સરકારે કરી છે જે તેને ચૂંટણી જીતાડી શકે. પણ આખરે સવાલ એક જ છે કે જે બજેટ રજુ થયું તે વપરાશે ખરૂ ? કે માત્ર લોકોમાં લોલીપોપ બનીને લાળની જેમ ઓગળી જશે એ પણ આજના મતદાતા સમાજે વિચારવા જેવી બાબત છે.
ખેડૂતોને 50 ટકાને બદલે મળે 70 ટકા સબસિડી
યાત્રાધામોમાં હેલિકોપ્ટર સર્વિસ
ગુજરાતના વિદ્યાર્થીઓને ટોકનના ભાવે ટેબલેટ
ગુજરાતના ખેડૂતોને 1 ટકાના વ્યાજ દરે લોન મળશે
તમામ ગ્રામ પંચાયતોને મફતમાં વિજળી
મેડિકલની વિદ્યાર્થીનીઓને 100 ટકા ફી સરકાર ભરશે
દોઢ લાખની આવક ધરાવતા લોકોને આરોગ્ય કવરેજનો લાભ
કુંવરબાઈનું મામેરુ યોજનામાં બે હજારનો વધારો