Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર, પરિણામ જોવા અહી ક્લિક કરો

ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર, પરિણામ જોવા અહી ક્લિક કરો
, રવિવાર, 17 મે 2020 (08:10 IST)
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ GSEB ઘોરણ 12 સાયન્સનું પરિણામ નું  આજરોજ તા 17 મે 2020ના રોજ સવારે 8 વાગે  જાહેર થઈ ગયું છે.  રાજ્યમાં મહામારી કોરોના વાયરસના સંકટ અને લોકડાઉનના કારણે શાળા અને કોલેજો હાલ બંધ છે અને ક્યારે ખુલશે તે અંગે પણ કોઈ સ્પષ્ટ માહિતી નથી. પરંતુ આ દરમિયાન ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. 
 
ઉમેદવાર પોતાનુ પરિણામ જોવા માટે GSEBની વેબસાઈટ gseb.org
પર જઈ શકે છે.
 
માહિતી મુજબ ગુણ ચકાસણીની વિગતો નવેસરથી જાહેર થશે. આપણે જણાવી દઈએ કે રાજ્યભરમાં કુલ 1.43 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તંત્રે સ્કૂલોને સૂચના આપી કે વિધાર્થીઓને સ્કૂલમાં બોલાવવામાં ન આવે અને શાળાઓમાં પરિણામની ઉજવણી ન કરે. માહિતી મુજબ રાજકોટના DEOએ તો શાળામાં વિધાર્થીઓને બોલાવવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
 
 
GSEB 12th Result 2020 (12 વિજ્ઞાન પ્રવાહ) નું પરિણામ આ રીતે ચેક કરો
 
- GSEB ની સત્તાવાર વેબસાઈટ gseb.org પર જાવ
- હોમ પેજ પર Gujarat Class 12th Science Result 2020  લિંક પર ક્લિક કરો
- એક નવુ પેજ ખુલશે જ્યા ઉમેદવારોએ જરૂરી ડિટેલ્સ એંટર કરવી પડશે અને સબમિટ પર ક્લિક કરવુ પડશે.
- રિજલ્ટ સ્ક્રીન પર દેખાશે
- રિઝલ્ટ ડાઉનલોટ કરો અને ભવિષ્ય માટે તેની પ્રિંટઆઉટ કાઢી લો.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાત સરકારે જાહેર કરી કોરોનાની સારવાર કરી રહેલી પ્રાઇવેટ હોસ્પિટલોની ફી