Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાત એટીએસે 5 કરોડના ડ્રગ્સ સાથે મુંબઈથી અમદાવાદ આવેલા એક આરોપીની ધરપકડ કરી

ગુજરાત એટીએસે 5 કરોડના ડ્રગ્સ સાથે મુંબઈથી અમદાવાદ આવેલા એક આરોપીની ધરપકડ કરી
, બુધવાર, 20 જાન્યુઆરી 2021 (17:30 IST)
ગુજરાત એટીએસની ટીમે અંદાજે 5 કરોડની કિંમતના ડ્રગ્સના જથ્થા સાથે એક ઈસમની ધરપકડ કરી છે. આરોપી મુંબઈથી ડ્રગ્સ લઈ અમદાવાદ આવ્યો હતો. એટીએસની ટીમે વોચ રાખી આરોપીને શાહીબાગ વિસ્તારથી ઝડપી લીધો અને ડ્રગ્સ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી લીધો છે. આટલા ડ્રગ્સની કિંમત આંતરરાષ્ટ્રીય માર્કેટમાં 5 કરોડની આસપાસ હોય છે, એટીએસની ટીમ દ્વારા આરોપીની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાત એટીએસને બાતમી મળી હતી કે મુંબઈનો સુલ્તાન શેખ નામનો વ્યક્તિ ગેરકાયદે રીતે મુંબઈથી એક બેગમાં ડ્રગ્સનો મોટો જથ્થો લઈને આવી રહ્યો છે. ટીમે બાતમીના આધારે શાહીબાગ વિસ્તારમાં વોચ ગોઠવી હતી. થોડા સમય બાદ એક ઈસમ ત્યાંથી પસાર થતાં તેને ઊભો રાખી પૂછપરછ કરવામાં આવી હતી. ત્યાર બાદ તેની બેગ ચેક કરતાં બેગમાં બે ખાખી સેલોટેપથી વીંટાડેલાં પડીકાં મળી આવ્યાં હતાં. પડીકાને ખોલતાં અંદરથી મેથામ્ફેટામાઈન નામનું ડ્રગ્સ હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી અને પૂછપરછની કામગીરી શરૂ કરી હતી. આરોપીએ જણાવ્યું કે તેને આ જથ્થો અજમેર શરીફ દરગાહના ખાદીમને 18 જાન્યુઆરીએ રાત્રે અંદાજે 9:30 વાગે તેના માણસ મારફત મુંબઈની શાલિમાર હોટલ પાસે પહોંચાડ્યો છે. ત્યાર બાદ સુલ્તાન મુંબઈથી બસમાં બેસી અમદાવાદ આવ્યો હતો, જ્યાં તે અમદાવાદને મુસા સુહાગ કબ્રસ્તાન સામે આવેલા મંદિરની બાજુમાં એક ઈસમને આપવાનો હતો. ત્યાર બાદ એટીએસની ટીમ એક કિલો મેથામ્ફેટામાઈન ડ્રાગ્સ સાથે સુલ્તાનની ધરપકડ કરી ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ એક કિલો ડ્રગ્સની કિંમત આંતરરાષ્ટ્રીય માર્કેટમાં અંદાજે 5 કરોડની આસપાસની છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રાજકોટની મહિલા વકીલને અમદાવાદના એન્જિ. પતિ અને તબીબ સાસુ-સસરાનો ત્રાસ, પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી