Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

GSTના વિરોધમાં ત્રણ દિવસ કાપડબજારો બંધ

GSTના વિરોધમાં ત્રણ દિવસ કાપડબજારો બંધ
, સોમવાર, 26 જૂન 2017 (12:43 IST)
કાપડ ઉપર ક્યારેય કોઇ જ ટેક્સ નહતો ત્યારે હવે સરકારે કાપડ ઉપર GST લાદવાનો નિર્ણય લીધો છે.  કાપડ ઉદ્યોગ બંધ રહે તો કરોડો રૂપિયાના વેપારને પણ નુકસાન પહોંચવાની શક્યતા છે. કાપડના વેપારીઓને બંધ દરમિયાન મોટા નેતાઓ મળવા જાય તેવી સંભાવના જોવા મળી રહી છે.GSTના વિરોધમાં અમદાવાદ કાપડ મહાજનના હોદ્દેદારોએ એક દિવસની પ્રતિક હડતાળ પાડી હતી. ત્યારે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વેપારીઓની રજૂઆતને GST કાઉન્સિલ સુધી પહોંચાડવાની ખાતરી આપી હતી.

ગત રવિવારે મળેલી GST કાઉન્સિલની બેઠકમાં કાપડ ઉદ્યોગના મુદ્દે કોઇ જ નિર્ણય લેવાયો નહોતો. જેથી દિલ્હી ખાતે દેશભરના કાપડ ઉદ્યોગના વેપારી સંગઠનોના હોદ્દેદારોની બેઠક મળી હતી. લગભગ ૫૦૦થી વધુ અગ્રણીઓની મિટિંગમાં ૨૭થી ૨૯મી સુધી બંધ પાળવાનો નિર્યય લેવામાં આવ્યો છે. જેથી મંગળવારથી ગુજરાતમાં અમદાવાદ, જેતપુર, સુરત, રાજકોટ તથા ભાવનગરના કાપડ બજાર બંધ રહેશે.કાપડના ઉદ્યોગ ઉપર કોઇ જ ટેક્સ લાગતો ન હોવાથી તેમણે વેટ કે સર્વિસ ટેક્સના રજિસ્ટ્રેશન કે ટીન નંબર લીધા હોતા નથી. માટે જ તેમને હવે GST માટે ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવાનું છે. હવે એક તરફ સરકારી અધિકારીઓ વધુમાં વધુ વેપારીઓ GSTમાં રજિસ્ટ્રેશન કરે તેની માટે દબાણ કરી રહ્યા છે. ત્યારે બીજી તરફ કાપડના વેપારીઓ GSTનું રજિસ્ટ્રેશન ન કરાવવા માટે મકકમ હોવાથી અધિકારીઓ પણ દ્વિધામાં મુકાયા છે.માત્ર કાપડ ઉદ્યોગ જ નહિ પરંતુ તેના સાથે જોડાયેલા તમામ ઉદ્યોગ પણ આ બંધમાં જોડાશે. કાપડના ઉદ્યોગ સાથે સંકળાયેલા હાથલારી એસો., લેસ ધુપિયાનું એસો., જરી એસો પણ બંધમાં જોડાઇને કાપડના વેપારીઓને સમર્થન આપશે. કાપડ ઉદ્યોગ ઉપર ઘણા નાના મોટા ઉદ્યોગો નભતા હોય છે. માટે આ ઉદ્યોગોના અગ્રણીઓ દ્વારા કાપડના વેપારીઓને ટેકો આપવાની જાહેરાત કરવામાં આવી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Valsad Heavy Rain - વાપીમાં વરસાદથી હાહાકાર મચ્યો.સરીગામમાં ફસાયેલા 100થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડાયા