Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Big Breaking- GSEB 10th result 2024: ગુજરાત બોર્ડ ધોરણ 10 પરિણામ ક્યારે છે જાણી લો, આ રીતે ચેક કરો પોતાનું રીઝલ્ટ

ssc board result
, રવિવાર, 28 એપ્રિલ 2024 (11:40 IST)
GSEB 10th result 2024: ગુજરાત બોર્ડ ધોરણ 10 પરિણામ ની તારીખ જાહેર, આ રીતે ચેક કરો પોતાનું રીઝલ્ટ
 
મળતી માહિતી પ્રમાણે આગામી 29 એપ્રિલ 2024ની આસપાસ ગુજરાત શિક્ષણ બોર્ડ ધોરણ 10 અને ધોરણ 12ના રિઝલ્ટ જાહેર કરી શકે છે. આ અંગે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. 
 
GSEB 10th result 2024- ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ GSEB હવે ગુજરાત લોકસભા ચૂંટણી મતદાન પુરુ થયા બાદ જ પરિણામ જાહેર થશે.  Gujarat 10th Result 2024 રજુ થવાની આશા છે

કિ
લ્ક કરતા જ પરિણામ મળશે 
gseb.org ssc result
 
GSEB SSC 2024 પરીક્ષા માર્ચ 11 2024 થી માર્ચ 22 2024 સુધી પૂરી થઈ ગઈ છે. અત્યારે લોકસભા ચૂંટણી શરૂ થઈ ગઈ છે. ગુજરાતમાં 7 મે ના રોજ મતદાન થવાના છે. તેથી બોર્ડની તૈયારી છે કે તે એપ્રિલ સુધી પરિણામ જાહેર કરે તેથી બે- ત્રણ દિવસ માં ક્યારે પણ 10મા બોર્ડ અને 12 મા બોર્ડનુ પરિણામ આપી શકે છે. 

 
આ વર્ષે ગુજરાતમાં 14 લાખ વિદ્યાર્થીઓએ 10મા અને 12માની બોર્ડની પરીક્ષામાં ભાગ લીધો છે. ઉત્તરવહીની ચકાસણી પૂર્ણ થઈ ગયા પછી હવે પરિણામ જાહેર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. એપ્રિલના અંતિમ સપ્તાહમાં ગુજરાત બોર્ડનું પરિણામ જાહેર થતાં જ ગુજરાતના 14 લાખ વિદ્યાર્થીઓની રાહનો અંત આવશે.
whatsapp પર પરિણામ મેળવો 
ગુજરાત બોર્ડ whatsapp દ્વારા પણ વિદ્યાર્થીઓનું પરિણામ ચેક કરવાની સુવિધા પૂરી પાડે છે.
 
વિદ્યાર્થીઓએ પોતાના whatsapp માં 6357300971 નંબર સેવ કરવાનો રહેશે.
હવે આ નંબર પર વિદ્યાર્થીઓએ પોતાનો રોલ નંબર મોકલવાનો રહેશે.
જેના જવાબમાં તમને પોતાનું પરિણામ મળશે.
 
sms થી પરિણામ આ રીતે ચેક કરવુ 
સૌપ્રથમ પરિણામ જોવા તમારા મોબાઈલમાં એસએમએસ એપ્લિકેશન ખોલો.
હવે તમારે હવે નીચે આપેલ ફોર્મેટમાં એસએમએસ લખવાનો રહેશે.
SSC<space>SEATNUMBER
ઉદાહરણ તરીકે: SSC 12354
આ એસએમએસ ને તમારે 56263 પર મોકલવાનો રહેશે.
હવે તેના જવાબમાં તમને ધોરણ 10નું પરિણામ એસએમએસ તરીકે મોકલવામાં આવશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ