Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Gram Panchayat election Result- ગ્રામ પંચાયતની ચૂંટણીનું આજે પરિણામ, રાજ્યમાં 239 મથકો પર થશે મતગણતરી

voting
, બુધવાર, 25 જૂન 2025 (11:44 IST)
ગ્રામ પંચાયતની ચૂંટણીનું આજે પરિણામ, રાજ્યમાં 239 મથકો પર થશે મતગણતરી

ગુજરાત રાજ્યમાં 22 જૂનના રોજ 3000 થી વધુ ગ્રામપંચાયતોની ચૂંટણીનું આયોજન થયું હતું. જેના પરિણામ આજે એટલે કે 25 તારીખે જાહેર થશે.
 
રાજ્યભરમાં આજે ગ્રામપંચાયતની ચૂંટણીના પરિણામો જાહેર થવાના છે. જેમાં કુલ 239 સ્થળો પર મત ગણતરી થશે. 
 
અમદાવાદ જિલ્લા ગ્રામ્યમાં બાવળા તાલુકામાં ૪ ગ્રામ પંચાયતોમાં, ૩ સરપંચની બેઠક અને ૯ વોર્ડના સભ્યો માટે ચૂંટણી માટે, દસ્ક્રોઇ તાલુકામાં પાંચ ગ્રામ પંચાયતોમાં, ૪ સરપંચની બેઠક અને ૧ વોર્ડના સભ્યની ચૂંટણી, ધોલેરા તાલુકામાં ૯ ગ્રામ પંચાયતોમાં, ૮ સરપંચની બેઠક અને ૩૫ વોર્ડના સભ્યો માટે, ધંધુકા તાલુકામાં પાંચ ગ્રામ પંચાયતોમાં, પાંચ સરપંચની બેઠક અને ૨૮ વોર્ડના સભ્યો માટે, વિરમગામ તાલુકામાં ૯ ગ્રામ પંચાયતોમાં, ૮ સરપંચની બેઠક અને ૨૧ વોર્ડના સભ્યો માટે, માંડલ તાલુકામાં ૪ ગ્રામ પંચાયતોમાં, ૪ સરપંચની બેઠક અને પાંચ વોર્ડના સભ્યો માટે,ધોળકા તાલુકામાં ૬ ગ્રામ પંચાયતોમાં, ૪ સરપંચની બેઠક અને પાંચ વોર્ડના સભ્યો માટે, દેત્રોજ - રામપુરા તાલુકામાં ૧૨ ગામ પંચાયતોમાં, ૧૨ સરપંચની બેઠક અને ૪૨ વોર્ડના સભ્યો માટે, સાણંદ તાલુકામાં પાંચ ગ્રામ પંચાયતોમાં, પાંચ સરપંચની બેઠક અને ૬ વોર્ડ સભ્યો માટે મતદાન યોજાયુ હતું. આ તમામ ગ્રામ પંચાયતનું આજે તા.૨૫ને બુધવારે સવારે ૯ કલાકથી જિલ્લાના ૧૦ મતગણતરી સ્થળેથી મતગણના થશે.

ગુજરાતમાં 4564 ગ્રામ પંચાયતોના સરપંચ અને સભ્યોની ચૂંટણીનું પરિણામ જાહેર થશે. વધુ સત્તા અપાતાં હવે સરપંચ બનવા દાવેદારો થનગની રહ્યાં છે. અત્યાર સુધીમાં કુલ 751 ગ્રામ પંચાયતો બિનહરીફ જાહેર થઇ છે, ત્યારે પરિણામ બાદ ખબર પડશે કે, પંચાયતો પર કોણે પ્રભુત્વ જમાવ્યુ છે.
 
58.56 લાખ મતદારો, 3656 સરપંચ, 16224 સભ્યોને ચૂંટાશે


10:11 AM, 25th Jun
રાજકોટ- ગોંડલ તાલુકાની રીબડા ગ્રામ પંચાયત ચૂંટણી વોર્ડ-8માં સત્યજિતસિંહ અનિરુદ્ધસિંહ જાડેજાનો વિજય'
- ખંભાતની પોપટપુરા ગ્રામ પંચાયતમાં હીરાબેન ચીમનભાઈ વણકરની જીત
 
- ગોંડલની વોડી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ભરત મકવાણાનો વિજય થયો છે
 
- બાંદરા ગ્રામ પંચાયત વોર્ડ-4 પરષોત્તમ કરશનભાઇ ઘોણીયાનો વિજય
 
- સુલતાનપુર ગ્રામ પંચાયતના વોર્ડ 7માં  વર્ષાબેન ભાદાણીનો વિજય
 
- જામનગર 
સુવરડા ગ્રામ પંચાયતમાં વિમલ નાખવાની જીત થઇ છે, જ્યારે હડમતીયા(મતવા) ગ્રામ પંચાયતમાં દિવ્યેશભાઈ સભાયાએ જીત 

09:44 AM, 25th Jun
મતગણતરીની શરૂઆત
હાલ તમામ ગ્રામ પંચાયતોની ચૂંટણીના પરિણામ માટેની મતગણતરી શરૂ થઈ ચુકી છે. ઉમેદવારો અને તેમના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Shubhanshu Shukla Axiom-4 Mission - કેપ્ટન શુભાંશુ શુક્લા ટૂંક સમયમાં ISS જવા રવાના થશે