Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ખેડૂતો માટે ખુશીના સમાચાર: કૃષિ રાહત પેકેજ-૨૦૨૨ અંતર્ગત 1.7 લાખથી વધુ ખેડૂતોને રૂ.113 કરોડથી વધુના રકમની સહાય ચૂકવાઇ

ખેડૂતો માટે ખુશીના સમાચાર: કૃષિ રાહત પેકેજ-૨૦૨૨ અંતર્ગત 1.7 લાખથી વધુ ખેડૂતોને રૂ.113 કરોડથી વધુના રકમની સહાય ચૂકવાઇ
, શુક્રવાર, 23 ડિસેમ્બર 2022 (14:00 IST)
રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે મીડિયાને સંબોધતા કહ્યું હતુ કે,રાજ્યમાં ચાલુ વર્ષે ખરીફ ઋતુમાં ૧૬ જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે પાક નુકશાનના અહેવાલ મળ્યા હતાં. જે સદંર્ભે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સહાય રૂપ થવા કૃષિ રાહત પેકેજ-૨૦૨૨ જાહેર કર્યું હતુ. જે અંતર્ગત ખરીફ ઋતુમાં રાજ્યના 16 જિલ્લાઓમાં ભારે વરસાદમાં પાક નુકસાનમાં અસરગ્રસ્ત 2,623 ગામોના 1.7 લાખથી વધુ ખેડૂતોને રૂ.113 કરોડથી વધુના રકમની સહાય ચૂકવવામાં આવી છે. 
 
ઋષિકેશ પટેલે વધુમાં ઉમેર્યુ હતુ કે, આ કૃષિ રાહત પેકેજ-૨૦૨૨માં છોટાઉદેપુર, નર્મદા, પંચમહાલ, નવસારી, વલસાડ ,સુરત, તાપી, ડાંગ, કચ્છ, આણંદ, ખેડા, જુનાગઢ, મોરબી, પોરબંદર, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના કુલ ૫૨ તાલુકાઓના કુલ અસરગ્રસ્ત ૨૬૨૩ ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
 
આ પેકેજમાં કુલ ૧,૩૮,૫૪૭ અરજીઓ ડીજીટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન મળી હતી. જે પૈકી કુલ ૧,૩૪,૯૧૮ અરજીઓ મંજૂર કરવામાં આવી છે જેમા કુલ ૧,૦૭,૪૯૭ ખેડૂતોને રૂ.૧૧૩.૭૯ કરોડની સહાય સીધી તેમના બેંક ખાતામાં ડી.બી.ટી. મારફતે ચૂકવવામાં આવી છે. જ્યારે પાત્રતા ધરાવતા બાકી અરજીઓના ચૂકવણાની કાર્યવાહી ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવનાર હોવાનું મંત્રીશ્રી એ ઉમેર્યુ હતુ. 
 
ઋષિકેશ પટેલે સહાય પેકેજ અંગે વધુ વિગતો આપતા કહ્યું હતુ કે, અસરગ્રસ્ત ગામોના ખાતેદાર ખેડુત કે જેના પાક્ને ૩૩% અને તેથી વધુ નુકશાન હોય તેવા ખાતેદાર ખેડૂતોને કેળ સિવાયના પાકોમાં રૂ.૬૮૦૦/- પ્રતિ હેક્ટર લેખે બે (૨) હેક્ટરની મર્યાદામાં સહાય માટેની જોગવાઇ કરવામાં આવી છે.
 
જ્યારે કેળ પાક માટે SDRF માંથી રૂ ૧૩,૫૦૦ + STATE બજેટમાંથી રૂ ૧૬,૫૦૦ એમ કુલ રૂ ૩૦,૦૦૦/- પ્રતિ હેક્ટર લેખે બે (૨) હેક્ટરની મર્યાદામાં સહાય ચૂકવવાની જોગવાઇ કરવામાં આવી છે તેમ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે ઉમેર્યુ હતુ.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પીએમ મોદીએ યોજી ઉચ્ચ સ્તરીય બેઠક, રાજ્યોએ હોસ્પિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ઓપરેશનલ તૈયારી સુનિશ્ચિત કરવા આપી સલાહ