Publish Date: Fri, 26 Mar 2021 (11:25 IST)
Updated Date: Fri, 26 Mar 2021 (11:27 IST)
ગોંડલ નેશનલ હાઈવે પર આવેલ આશાપુરા ચોકડી પાસે પોસ્ટ ઓફિસના મહત્વના દસ્તાવેજો રોડ પર ઉડતા જોવા મળ્યા હતા.પોસ્ટ ઓફિસ સેવિંગ બેન્ક લખેલા કાગળો રસ્તા પર દેખાતા અહીંથી પસાર થતા વાહન ચાલકો વિચારતા થઈ ગયાં હતાં. આ દસ્તાવેજો કેશોદ તરફના લોકો હોવાનું માનવા આવી રહ્યું છે. જોકે ખરેખર તો આ દસ્તાવેજ કોઈએ હાઈવે પર ફેંક્યા છે કે પછી વાહનમાંથી પડી ગયા છે, તે તે હવે પોસ્ટઓફિસના અધિકારીઓ જ સ્પષ્ટ કરશે.