Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સાયકલ ચાલકને મેમો આપતા શહેરમાં ચર્ચાનો વિષય, મેમોમાં મોટર વ્હીકલ એક્ટ ની ખોટી કલમ લખાઈ.

સાયકલ ચાલકને મેમો આપતા શહેરમાં ચર્ચાનો વિષય, મેમોમાં મોટર વ્હીકલ એક્ટ ની ખોટી કલમ લખાઈ.
, ગુરુવાર, 27 મે 2021 (22:36 IST)
સુરતના સચીન જીઆઇડીસી વિસ્તારની અંદર સાયકલ ચાલક રોંગ સાઈડમાં આવતા ટ્રાફિકના કર્મચારીએ પાંડેસરામાં રહેતા રાજબહાદુર યાદવને મેમો પકડાવી દીધો હતો. સાયકલ ચાલકને મેમો આપી દેતા શહેરભરમાં ચર્ચાનો વિષય બની ગયો હતો. અત્યાર સુધીમાં રોંગ સાઈડ મોટરસાયકલ કે ફોરવીલર આવતી હોય તો તેને મેં માપવાનો સામાન્ય હતું પરંતુ આજે સાયકલ ચાલકને મેમો આપતા આશ્ચર્ય થયું હતું. સાયકલ ચાલકને જે કલમ લગાવી જોઈતી હતી તે કલમ ને બદલે મોટર વ્હીકલ એક્ટ ની કલમ 184 લગાડતા મેમો આપનાર કોમલ ડાંગર ની ભૂલ સામે આવી હતી. એન્જિન ન હોય તેવા વાહનને માટે આ કલમ લગાડી શકાય નહીં
 
સચીન જીઆઇડીસી જીઆવ બુડીયા ગામ તરફ જવાના રસ્તા પર આજે ટ્રાફિક પોલીસ દ્વારા 90 વાહનચાલકોને મેમો આપવામાં આવ્યા હતા. સાયકલ સવાર આધેડ રાજબહાદુર યાદવ ને સવારે 9 વાગે સચિન વિસ્તારમાં મેમો આપ્યો હતો. સાઈકલ લઈને કોઈ રોગ સાઇડમાં જાય તો કલમ 90 મુજબ કોર્ટનો કે RTOનો મેમો આપવામાં આવે છે. મેમોમાં જે કલમ લખવામાં આવી છે તે પણ એલઓપીએ દ્વારા ખોટી લખાય છે.
 
ટ્રાફિક વિભાગના એસીપી એચડી મેવાડાએ સ્વીકાર્યું કે મોટર વ્હીકલ એક્ટ ની કલમ લખવામાં આવી છે તે ખોટી છે અમે તેને સુધારી લઈશું. પરંતુ મહત્વની વાત એ છે કે સચીન જીઆઇડીસી થી જીઆવ બુડીયા ગામ તરફના રસ્તા ઉપર વાહન ચાલકો ખૂબ મોટું જોખમ લઈને ડિવાઈડર ઓળંગતા હોય છે તેના કારણે અકસ્માતની ઘટનાઓ સતત બની રહી છે. અમે હાઈ- વે ઓથોરીટીને પણ જાણ કરે છે કે ડીવાઈડર ઉપર લગાડી દેવામાં આવે છે.જેથી કરીને અકસ્માતો ન થાય અમારી ટીમ દ્વારા આજે સવારથી આ સમગ્ર વિસ્તારની અંદર 90 જેટલા મેમો ફાડવામાં આવ્યા છે. અમારો ઉદ્દેશ ફેટલ  રોકવા માટેનો છે. લોકરક્ષક દળના કોમલ ડાંગર દ્વારા આ એકમો ની અંદર કલમ લખવામાં ભૂલ થઇ છે જય મારા ધ્યાન પર પણ આવી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પોલીસ સ્ટાફે જ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવ્યા, વિદાય સમારંભ યોજવાની ઘટનામાં સુરત પોલીસ કમિશનરે આપ્યા તપાસના આદેશ