ગીરમાં દીપડાનાં બચ્ચાને હેરાન કરતો વીડિયો વાયરલ, વનતંત્રએ યુવાનોને ઓળખવાની કરી અપીલ
, સોમવાર, 14 ઑક્ટોબર 2019 (12:46 IST)
ગીરમાં દીપડાનાં બચ્ચાને હેરાન કરતો વીડિયો વાયરલ, વનતંત્રએ યુવાનોને ઓળખવાની કરી અપીલ
ગીર પંથકમાં ત્રણ યુનાનોએ દીપડાનાં બચ્ચાને હાથમાં પકડીને ટીખળ કરતા હોય તેવો વીડિયો સામે આવ્યો છે. ગીરનાં ડીસીએફે ગઇકાલે ટ્વિટર પર દીપડાનાં બચ્ચાને પજવતો વીડિયો અને યુવાનોની તસવરી શેર કરી હતી. જેમાં તેમણે આ યુવાનોને પજવનાર યુવાનોને શોધવાનું કહ્યું છે.
ડીએસએફ જૂનાગઠે ટ્વિટર પર શેર કરેલા વીડિયોમાં દેખાય છે કે, હાથમા લાકડીઓ લઇ ઢોર ચરાવવા નીકળેલા યુવાનોનાં હાથમાં દીપડાનું બચ્ચું આવે છે. આ નાનકડા જીવને તેઓ હેરાન કરી રહ્યાં છે. આવુ કરવું યુવાનો માટે મોટુ જોખમ પણ હતું અને સાથે કાયદાનો ભંગ પણ હતો. વિડીયોમા સંભળાતી વાતચીત પ્રમાણે આ યુવાનોને અંદરથી ભય હતો કે આ બચ્ચાની માતા અહીં આવશે તો આપણને નહીં છોડે. જોકે, તે લોકો રોમાંચ ખાતર આ જોખમ ખેડયું હતુ.મહત્વનું છે કે થોડા સમય પહેલા ગીર પંથકમાં સિંહનાં બચ્ચાને હેરાન કરવાની ઘટના સામે આવી હતી. ત્યારે હવે ગીર પંથકમા ચાર ટીખળી યુવાનો દિપડીના બચ્ચાને હાથમા લઇ રમાડતા હોય અને તેને પરેશાન કરતા હોય તેવો વિડીયો વાયરલ થયો છે.
વીડિયોમાં દેખાતા પ્રમાણે યુવાનોએ બચ્ચાંને ખૂબ જ ઉશ્કેર્યુ હતુ અને વારંવાર તેના મો પાસે મોબાઇલ રાખી પરેશાન કર્યુ હતુ. લાચાર બચ્ચાને પાછળની બાજુથી એક શખ્સે ગળામાથી પકડી રાખ્યું હતુ.આ વાયરલ વીડિયો અંગે જૂનાગઢનાં વન્યપ્રાણી વર્તૂળનાં મુખ્ય વન સંરક્ષક, ડી.ટી .વસાવડાએ, જણાવ્યું હતુ કે વિડીયોમા સંભળાતી બોલી ગીર વિસ્તારની નથી લાગતી. કોઇ અન્ય વિસ્તારની હોય શકે. દીપડા બધે જ છે. છતા કોઇને આ અંગે જાણકારી હોય તો વનતંત્રનો સંપર્ક કરે
આગળનો લેખ