Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Ganga Saptami 2023: ગંગા સપ્તમી ધન પ્રાપ્તિ અને રોજગારમાં પ્રોગ્રેસ માટે કરો આ વિશેષ ઉપાય

ganga saptam
, સોમવાર, 24 એપ્રિલ 2023 (09:05 IST)
27 એપ્રિલે ગંગા સપ્તમી છે. હિન્દુ કેલેન્ડર મુજબ વૈશાખ શુક્લ પક્ષના સાતમા દિવસે મા ગંગા સ્વર્ગ  વિશ્વના ભગવાન શંકરના જટાઓમાં વિરાજમાન થયા હતા.  આ વિશેષ દિવસ ગંગા સપ્તમી તરીકે ઓળખાય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર ગંગા સપ્તમીના દિવસે જ ભગીરથ ઋષિની કઠોર તપસ્યાથી પ્રસન્ન થઈને મા ગંગા ઘરતી પર અવતરિત થયા હતા. એવુ કહેવાય છે કે આ દિવસે ગંગામાં ડૂબકી લેવાથી વ્યક્તિને બધા પાપોથી મુક્તિ મળે છે.
 
ગંગા સપ્તમીના દિવસે દાન-પુણ્યનુ વિશેષ મહત્વ હોય છે. એવુ કહેવાય છે કે આ દિવસે ગંગા સ્નાન, તપ અને દાન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. ગંગા સપ્તમીના દિવસે ગંગા સ્નાનનુ વિશેષ મહત્વ હોય છે. જો કે આ વર્ષે કોરોના સંકટકાળના કારણે ભક્ત ઘરમાં જ પાણીમાં ગંગાજળ મિક્સ કરીને સ્નના કરી શકે છે. મા ગંગાની કૃપા તમારા પર કાયમ રહેશે. 
 
ગંગા સપ્તમી પર ધન માટે કરો આ ઉપાય - 
 
ગંગા સપ્તમીના દિવસે લોટામાં ગંગાજળ ભરીને તેમા પાંચ બિલિપત્ર નાખો. તેને ભગવાન શિવલિંગ પર એક ધારાથી આ ગંગાજળ ઓમ નમ: શિવાયનો જાપ કરતા તેને અર્પિત કરો. ત્યારબાદ ભગવાન શિવને બેલપત્ર ચઢાવો.  કહેવાય છે કે આ ઉપાયથી ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ આવે છે. વ્યક્તિને રોજગારમાં નવા તકની પ્રાપ્તિ થાય છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Weather Today:: પારો 8 ડિગ્રી સુધી ગગડ્યો! 4 દિવસ પછી ફરી આકાશમાંથી આગ વરસશે! હવામાનની નવી અપડેટ જાણો