rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

I Love પોસ્ટ પર ગાંધીનગરના જે ગામમાં થઈ હતી આગચંપી, ગૃહ મંત્રી સંઘવીએ ત્યા પહોચીને કરી આરતી - Video

harsh sanghvi
અમદાવાદ , શનિવાર, 27 સપ્ટેમ્બર 2025 (18:15 IST)
harsh sanghvi
આઈ લવ મહાદેવનુ પોસ્ટર સ્ટેટ્સ પર મુકવાને કારણે ગુજરાતના ગાંધીનગરમાં આવનારા બહિયલ ગામમાં ભારે હિંસા થઈ હતી. સોશોયલ મીડિયા પોસ્ટ પછી ભડકેલ  ઉપદ્રવમાં ગરબા આયોજનને પણ નુકશાન થયુ હતુ.  પોલીસે આ ઘટનામાં 70 લોકોને પકડવાની સાથે પત્થરમારો અને આગચંપી કરનારા પર મોટી એક્શન લેતા તેમને દરવાજા તોડીને તેમને અરેસ્ટ પણ કર્યા હતા. હવે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી એક વીડિયો શેયર કર્યો છે. તેમા તેઓ બહિયલ ગામમાં આરતી કરી રહ્યા છે. ગાંધીનગરના દહેગામમાં હિંસા થતા હર્ષ સંઘવીએ કહ્યુ હતુ કે દોષી ક્યાય પણ સંતાયા હોય તેમને પકડીને કાયદા હેઠળ લાવવામાં આવશે. બહિયલ એવુ ગામ છે જ્યા હિન્દુઓની સંખ્યા ઓછી છે. 
 
 
હર્ષ સંઘવીનું જોરદાર સ્વાગત
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું દહેગામના બહિયાલ ગામમાં આગમન થતાં લોકોએ તેમનું સ્વાગત કર્યું. "આઈ લવ મોહમ્મદ" અને "આઈ લવ મહાદેવ" ની સોશિયલ મીડિયા પોસ્ટને પગલે ગુજરાતના ગાંધીનગરમાં હિંસા ફાટી નીકળી હતી. પાંચ વાહનોને નુકસાન થયું હતું અને પાંચથી દસ દુકાનોને આગ ચાંપી દેવામાં આવી હતી. પોલીસે કડક કાર્યવાહી કરી હતી અને ખાસ દળો તૈનાત કર્યા હતા. હવે, ગૃહમંત્રીએ ગામની મુલાકાત લઈને એક શક્તિશાળી સંદેશ આપ્યો છે.
 
ગૃહમંત્રીએ માતાઓ અને બહેનોને આપ્યું  વચન 
હર્ષ સંઘવીએ X પર લખ્યું કે ગાંધીનગરના બહિયલમાં, માતાજીના ચોકમાં ગરબા દરમિયાન પથ્થરમારો કરીને અસામાજિક તત્વોએ શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કર્યો. ગાંધીનગર પોલીસે તાત્કાલિક આ ઘટનાના ગુનેગારોને પકડી લીધા અને કાર્યવાહી કરી. આજે, આ ગામમાં તે જ ગરબા ઉત્સવમાં મા અંબેની આરતી કરીને, મેં મારી માતાઓ, બહેનો અને નાગરિકોને ખાતરી આપી કે તેઓ ફરી એકવાર ભય વિના ભક્તિ અને ભક્તિનો તહેવાર ઉજવી શકે છે. આ શક્તિની ભક્તિ અને ઉપાસનાના દિવસો છે. નવરાત્રિની શરૂઆતથી અત્યાર સુધીમાં ગુજરાતના ત્રણ શહેરોમાં હિંસાના અહેવાલો મળ્યા છે. આમાં ગોધરા, વડોદરા અને ગાંધીનગરના દહેગામમાં બહિયલ ગામનો સમાવેશ થાય છે. કચ્છના અંજારમાં વાતાવરણ બગાડવાનો પ્રયાસ થયો હોવાનું નોંધાયું છે, જ્યાં પોલીસને એલર્ટ પર રાખવામાં આવી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

United Way Garba પર લાગ્યુ લાંછન, ગરબા રમતા કપલોએ જાહેરમાં કિસિંગની રીલ બનાવીને ગરબામાં લાવી અશ્લીલતા