Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગાંધીનગરમાં ફરી આંદોલન શરૂ, શિક્ષિત બેરોજગાર યુવાનોના પાટનગરમાં ધામા

ગાંધીનગરમાં ફરી આંદોલન શરૂ, શિક્ષિત બેરોજગાર યુવાનોના પાટનગરમાં ધામા
, સોમવાર, 6 જુલાઈ 2020 (12:40 IST)
રાજ્યમાં કોરોના સંક્રમણ અને લોકડાઉનના કારણે અટવાયેલી ભરતી પ્રક્રિયા મામલે ફરી ગાંધીનગરમાં આંદોલનના ભણકારા વાગી રહ્યા છે. ત્યારે આજે મોટી સંખ્યામાં શિક્ષિત બેરોજગાર યુવાનો ભેગાથયા છે. જેના પગલે સમગ્ર ગાંધીનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

ગાંધીનગરના પ્રવેશ મર્ગથી માંડીને સત્યાગ્રહ છાવણી સુધીના વિસ્તારમાં સોમવારે બપોરથી પોલીસે મોરચો સંભાળી લીધો હતો.  શહેરમાં પ્રવેશના મુખ્ય રસ્તાઓ પર બેરીકેટસ ગોઠવીને પોલીસ જવાનો ખડકી દેવાયા છે. આ સિવાય સત્યાગ્રણ છાવણી, સેન્ટ્ર વિસ્ટા ગાર્ડન, વિધાનસભા સહિતના વિસ્તારોમાં પણ બંદોબસ્ત વધારી દેવાયો છે. આવતા-જતા વાહનચાલકોને અટકાવીને પોલીસ દ્વારા પૂછપરછ પણ કરાતી હતી. યુવાનો પાસે આંદોલનની કોઈ મંજૂરી ન હોવાથી પોલીસ પાસે અટકાયત સિવાયનો કોઈ વિકલ્પ નથી.


ગાંધીનગરના નવા સચિવાલય, જૂના સચિવાલય, વિધાનસભા, સેન્ટ્રલ વિસ્ટા અને સત્યાગ્રહ છાવણીમાં બંદોબસ્ત ગોઠવાયો છે. સાથે જ ગાંધીનગરમાં પ્રવેશતા તમામ રસ્તા પર પણ પોલીસના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. આંદોલનની શક્યતાને લઇને એસઆરપીની બે કંપની પણ બંદોબસ્ત માટે ફાળવવામાં આવી છે.

આંદોલનની શક્યતાને જોતા સરકારની ચિંતામાં પણ વધારો થયો છે. આંદોલનકારીઓ એકઠા થાય તે પહેલાં જ વિખેરી નાખવા અને વિરોધ પ્રદર્શનને મર્યાદિત રાખવા માટે પોલીસે આયોજન શરૂ કર્યું છે. રવિવારે ગાંધીનગરના સેકટર-6 ખાતે આવેલી સત્યાગ્રહ છાવણીમાં પોલીસ કર્મચારીઓ-અધિકારીઓએ રિહર્સલ કર્યું હતું.

સત્યાગ્રહણ છાવણી તથા શહેરમાં 1500થી વધુ પોલીસ જવાનો ખડકી દેવાયા છે. આંદોલનકારીઓ આગલી સાંજથી જ પ્રવેશ કરે તેવી શક્યતા હોવાથી પાટનગરના વિવિધ વિસ્તારોમાં પોલીસે વોચ ગોઠવી દીધી છે. સોમવારે યુવાનોના વિરોધને ખાળવા માટે 4 એસપી, 10 ડીવાયએસપી, 40 PI તથા 1500થી વધુ પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવાયો છે.


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આજે અમદાવાદ-ગાંધીનગરમાં મુશળધાર વરસાદ વરસશે? જાણો, હવામાન વિભાગે શું કરી આગાહી?