અમદાવાદના ઠક્કર નગર બસ સ્ટેન્ડ પાસેના એક કોમ્પ્લેક્ષમા મહિલાઓ ભેગી થઈને જુગાર રમતી હતી જેની માહિતી મળતા કૃષ્ણ નગર પોલીસે રેડ કરિને 7 મહિલાને 46 હજાર રોકડ સાથે ઝડપી લીધી હતી.આ અંગે હાલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
શહેરના ઠક્કરબાપાનગર બસ સ્ટેન્ડ સામેના બગીચા પાસેના એક મકાનમાં પૈસાની હારજીતનો જુગાર રમી રહેલી 7 જેટલી મહિલાઓને કૃષ્ણનગર પોલીસે ઝડપી લીધી છે. આરોપીઓની પાસેથી મોબાઈલ ફોન, જુગારના સાધનો મળી કુલ રૂ. 46 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા સેજલબેન અને તેમના સ્ટાફને ખાનગી બાતમી મળી હતી કે, ઠક્કરનગર બસ સ્ટેન્ડ સામે આવેલ બગીચાની ગલી આવેલ એક કોપ્લેક્ષના બીજા માળના મકાનમાં કેટલીક સ્ત્રીઓ ભેગી થઈને પૈસાનો હારજીતનો જુગાર રમી રહી છે. જેથી કૃષ્ણનગર પોલીસનો સ્ટાફ મહિલા પોલીસને સાથે લઈને તે જગ્યાએ દરોડો પાડ્યો હતો.
જેમાં પૈસાનો હારજીતનો જુગાર રમી રહેલ 7 મહિલાઓને ઝડપી લીધી હતી. પોલીસે તેમની પુછપરછ કરતા મહિલાઓએ તેમના નામ વિમળાબેન જાંજણી, કૌક્ષલ્યાબેન જાંજાણી, પુંજાબેન ચેલાણી, તુલસીબેન દનાનાણી, રાધાબેન વાગવાણી, મીનાબેન મેઘાણી અને માયાબેન આતાણી હોવાનું જણાવ્યુ હતુ. પોલીસે આરોપીની ધરપકડ કરી તેમની જુગાર રમવાના સાધનો તથા રોકડ રકમ મળીને કુલ રૂ.46હજારનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે.