Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કોરોના મહામારીમાં લીંબુ, મોસંબી, સંતરાંની માગ વધી, લીંબુના ભાવ 150 રૂપિયા થયા

કોરોના મહામારીમાં લીંબુ, મોસંબી, સંતરાંની માગ વધી, લીંબુના ભાવ 150 રૂપિયા થયા
, મંગળવાર, 20 એપ્રિલ 2021 (16:50 IST)
કોરોનાની મહામારીમાં વિટામિન- સી પૂરું પાડતાં એવાં લીંબુ, મોસંબી અને સંતરાં સહિતનાં ફ્રૂટ્સની માગમાં જબરદસ્ત વધારો થયો છે. પરિણામે, આ ફળોના ભાવો આસમાને પહોંચી ગયા છે. લીંબુ, મોસંબી, સંતરાંના ભાવો સામાન્ય રીતે પ્રતિકિલોના રૂપિયા 40થી 80 રહેતા હતા. એનો ભાવ હવે 120થી 160 સુધી થઈ ગયા છે. કોરોનાની મહામારીમાં વિટામિન-સીની ઊણપ દૂર કરતા એવાં લીંબુ, મોસંબી અને સંતરાં સહિતનાં ફ્રુટ્સના ભાવોમાં વધારો થઇ ગયો છે. કોરોનાની મહામારીમાં લોકો લીંબુનો રસ, મોસંબીનો રસ અને સંતરાંનો રસ, વધુ પ્રમાણમાં પી રહ્યા છે.

પરિણામે, આ તમામ ફ્રૂટ્સની માગમાં વધારો થયો છે.ઉનાળામાં લીંબુની માગ રહે છે, જેને કારણે લીંબુના ભાવમાં વધારો થયો છે. ઉનાળામાં લીંબુની આવક ઓછી હોય છે. આ વખતે લીંબુની આવક કરતાં માગ વધુ હોવાને કારણે ભાવ વધી ગયા છે. એ જ રીતે વિટામિન-સીની ઊણપ દૂર કરતાં મોસંબી અને સંતરાંની માગમાં પણ વધારો થયો હોવાથી એના ભાવમાં વધારો થયો છે.સામાન્ય રીતે ઉનાળામાં લીંબુના ભાવ પ્રતિકિલો રૂપિયા 40થી 50 હોય છે. એને બદલે આ વખતે લીંબુના ભાવ પ્રતિકિલો રૂપિયા 130થી 150 જેટલો થઈ ગયો છે. તે જ રીતે મોસંબી અને સંતરાંનો ભાવ પણ ડબલ થઈ ગયો છે, એટલે કે 140થી 160માં પ્રતિકિલો વેચાઈ રહ્યાં છે. આ ભાવ આવનારા એક માસ સુધી રહે એવી શક્યતાઓ છે.કોરોનાની મહામારીને કારણે લીંબુ અને સંતરાં જેવાં વિટામિન- સી પૂરું પાડતાં ફળોના ભાવમાં 50 ટકા જેટલો વધારો થયો છે. ઉનાળાની ઋતુમાં લીંબુ, સંતરાં, મોસંબીની આવક ઓછી હોય છે, તેની સામે કોરોનાને કારણે માગમાં વધારો થઈ જતાં ભાવ ડબલ થઇ ગયા છે. આ ભાવવધારો જ્યાં સુધી લીંબુ, સંતરાં, મોસંબીની આવક વધે નહીં ત્યાં સુધી રહેવાની શક્યતાઓ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી કોરોનાથી સંક્રમિત, ટ્વીટ કરીને માહિતી આપી