Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદમાં કોરોનાના કેસ વધતા મહત્વપૂર્ણ નિર્ણય, આવતીકાલથી AMTS-BRTSની બસ બસ 50 ટકા સીટીંગ કેપેસીટી સાથે દોડશે

અમદાવાદમાં કોરોનાના કેસ વધતા મહત્વપૂર્ણ નિર્ણય, આવતીકાલથી AMTS-BRTSની બસ  બસ 50 ટકા સીટીંગ કેપેસીટી સાથે દોડશે
, બુધવાર, 5 જાન્યુઆરી 2022 (18:56 IST)
શહેરમાં દરરોજ કોરોનાના 1200થી વધુ કેસો નોંધાવા લાગ્યા છે. જેને પગલે એક બાદ એક નિયંત્રણો લગાવવામાં આવી રહ્યાં છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આજે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. સ્ટેન્ડીંગ કમિટી ચેરમેનશ્રી હિતેશભાઈ કે. બારોટ (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન) તથા ટ્રાન્સપોર્ટ કમિટી ચેરમેનશ્રી વલ્લભભાઈ કે. પટેલ (અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ) દ્વારા જણાવવામાં આવે છે કે વર્તમાન સમયમાં કોરોના વાયરસ (Covid-19)ના સંક્રમણને નિયંત્રણમાં રાખી શકાય તે હેતુથી શહેરમાં દરરોજ કોરોનાના 1200થી વધુ કેસો નોંધાવા લાગ્યા છે. જેને પગલે એક બાદ એક નિયંત્રણો લગાવવામાં આવી રહ્યાં છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આજે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.50% સીટીંગ કેપેસીટી સાથે તા.6-01-2022 થી બસો સંચાલનમાં મુકવામાં આવનાર છે. તમામ શહેરીજનોને નીચેની બાબતો ધ્યાનમાં રાખવા અને અમલ કરવા વિનંતી છે. તેની વિગત નીચે મુજબ છે.
 
- આ એએમટીએસ બીઆરટીએસ બસની કેપેસીટીના 50% સીટીંગ પ્રવાસીઓ જ લેવામાં આવશે.
- દરેક પ્રવાસીએ માસ્ક ફરજીયાત પહેરેલુ હોવુ જોઈએ. 
- 18  વર્ષ કે તેથી વધુ ઉંમરના પ્રવાસીઓના કોવીડ 19  વેકસીનના સર્ટીફીકેટની ખરાઈ કરવામાં આવશે, 
- જે પ્રવાસીઓએ વેકસીન લીધેલ ન હોય અથવા તો જેમનો વેકસીનનો બીજો ડોઝ ડયુ થયેલ હોય અને ડોઝ લીધેલ ન હોય તેવા પ્રવાસીઓને એએમટીએસ ! બીઆરટીએસ બસમાં મુસાફરી કરવા દેવામાં આવશે નહી.
 
ઉપરોક્ત તમામ સુચનાઓનું પાલન થાય તે માટે અલગ-અલગ જગ્યાએ અધિકારી | સુપરવાઈઝરી ટીમ વિજીલન્સ ટીમને જવાબદારી સોંપવામાં આવેલ છે.
 
ઉપરોકત બાબતો જાણમાં લઈ નાગરિકોને એ.એમ.ટી.એસ. બી.આર.ટી.એસ. બસ સેવાનો લાભ લેવા અને સહકાર આપવા વિનંતી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જીઆઇડીસીની પ્લાસ્ટોકોન કંપનીમાં દીવાલ ધરાશાયી થતાં 6 મજૂરો દબાયા, 4ના મોત 2 ઘાયલ