Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાજ્યમાં શુક્રવારથી ચાર દિવસ હિટવેવની આગાહી, કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ત્રણ દિવસ યલો એલર્ટ

રાજ્યમાં શુક્રવારથી ચાર દિવસ હિટવેવની આગાહી, કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ત્રણ દિવસ યલો એલર્ટ
, ગુરુવાર, 31 માર્ચ 2022 (11:00 IST)
બુધવારે અમદાવાદ સહિત રાજ્યના ચાર શહેરોમાં ગરમીનો પારો 41 ડિગ્રીને વટાવી ગયો હતો
 
દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમના સૂકા ગરમ પવનને લીધે બુધવારે અમદાવાદ સહિત ચાર શહેરમાં ગરમીનો પારો 41 ડિગ્રીને વટાવી ગયો હતો. જો કે, શુક્રવારથી 4 દિવસ અમદાવાદ સહિત રાજ્યમાં હીટવેવની આગાહી છે. આ સમય દરમિયાન ગરમી 43 ડિગ્રીને વટાવી જવાની શક્યતા છે. હીટવેવની સૌથી વધુ અસર અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા તેમજ રાજકોટ, ગીર સોમનાથ, બોટાદ, સુરેન્દ્રનગર, અમરેલી અને કચ્છ જિલ્લામાં વર્તાય તેવી શક્યતા છે. દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમના સુકા ગરમ પવનને લીધે બુધવારે અમદાવાદ સહિત રાજ્યના ચાર શહેરોમાં ગરમીનો પારો 41 ડિગ્રીને વટાવી ગયો હતો.
 
2 એપ્રિલથી ચાર એપ્રિલ અમદાવાદમાં હીટવેવ રહેશે
શુક્રવારથી ચાર દિવસ અમદાવાદ સહિત રાજ્યમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. આ ચાર દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રીને વટાવી જવાની શક્યતા છે. હીટવેવની સૌથી વધુ અસર અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ, ગીર સોમનાથ, બોટાદ, સુરેંદ્રનગર, અમરેલી અને કચ્છ જિલ્લામાં વર્તાય તેવી શક્યતા છે. અમદાવાદમાં પણ સતત વધી રહેલી ગરમીને લીધે મહાનગર પાલિકાએ આગામી પાંચ દિવસ યલો એલર્ટ જાહેર કર્યું છે. 2 એપ્રિલથી ચાર એપ્રિલ અમદાવાદમાં હીટવેવ જાહેર કરવામાં આવ્યું છે. 
 
એક એપ્રિલે પોરબંદર અને કચ્છમાં યલો એલર્ટ 
એક એપ્રિલે પોરબંદર અને કચ્છમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો બીજી એપ્રિલે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ અને કચ્છમાં યલો એલર્ટ જાહેર કરાયુ છે. તો ત્રીજી એપ્રિલે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, સુરેંદ્રનગર, અમરેલી,કચ્છમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે અને આવતીકાલે ગરમીનો પારો 41થી 42 ડિગ્રી રહેવાની આગાહી કરવામાં આવી છે. જેથી બપોરના સમયે નાગરિકોને ઘરની બહાર ન નીકળવાની અમદાવાદ મહાનગર પાલિકાએ અપીલ કરી છે.
 
બુધવારે રાજ્યના અલગ અલગ શહેરોમાં નોંધાયેલ તાપમાન
બુધવારે રાજ્યના અલગ અલગ શહેરોમાં નોંધાયેલ ગરમીના આંકડાની વાત કરીએ તો ભૂજમાં સૌથી વધુ 41.8 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. તો અમરેલીમાં ગરમીનો પારો 41.5 ડિગ્રી પર પહોંચ્યો હતો. રાજકોટ અને સુરેંદ્રનગરમાં ગરમીનો પારો 41.3 ડિગ્રી પર પહોંચ્યો હતો. તો અમદાવાદમાં ગરમીનો પારો 41 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. પાટનગર ગાંધીનગર અને વડોદરામાં ગરમીનો પારો 40.6 ડિગ્રી પર પહોંચ્યો હતો. તો ડીસા અને વલ્લભવિદ્યાનગરમાં ગરમીનો પારો 39 ડિગ્રી પર પહોંચ્યો હતો. કેશોદમાં ગરમીનો પારો 38.4 ડિગ્રી અને કંડલા એરપોર્ટ પર ગરમીનો પારો 38 ડિગ્રી પર પહોંચ્યો હતો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

એક જ પરિવારના ચાર સભ્યોની હત્યા કરનાર આરોપી વિનોદ મરાઠીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો