Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાત કોંગ્રેસના ઈતિહાસમાં પ્રથમવાર બની આવી ઘટના, જાણો એવું તો શું થયું

congress
, શનિવાર, 9 જુલાઈ 2022 (19:02 IST)
ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.  ગુજરાત કોંગ્રેસના ઇતિહાસમાં પ્રથમવાર  7 કાર્યકારી પ્રમુખની નિમણૂંક કરવામાં આવી છે.  જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને આ કાર્યકારી પ્રમુખોને પસંદ કરવામાં આવ્યાં છે.
 
કોંગ્રેસના કાર્યકારી પ્રમુખોની યાદીમાં 1 પાટીદાર, 1 અનુસૂચિત જાતિ, 1 કોળી સમાજ , 1 આહીર સમાજ, 1 નોન ગુજરાતી, 1 લઘુમતી અને  1 ક્ષત્રિય નેતાને કાર્યકારી પ્રમુખ બનાવાયા છે.
 
કોંગ્રેસની યાદીમાં પ્રથમ પાંચ ધારાસભ્ય છે, જેમાં ધારાસભ્ય લલિત કગથરા, જીગ્નેશ મેવાણી, ઋત્વિક મકવાણા, અંબરીશ ડેર, હિંમતસિંહ પટેલ,  કાદિર પીરઝાદા અને ઇન્દ્રવિજયસિંહ ગોહિલને કાર્યકારી પ્રમુખ બનવવામાં આવ્યા છે. જયારે અંતિમ બે નેતા  કાદિર પીરઝાદા અને ઇન્દ્રવિજયસિંહ ગોહિલ ધારાસભ્ય નથી. જો કે કાર્યકારી પ્રમુખ બન્યા બાદ આ તમામ નેતાઓનનું કદ વધી ગયું છે.
 
ગુજરાત કોંગ્રેસમાં પહેલા એક જ કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ (Hardik Patel) હતા જે પાટીદાર નેતા હતા. જો કે હવે 5 કાર્યકારી પ્રમુખ અને એમાં પણ જાતિગત સમીકરણને ધ્યાનમાં રાખવામાં આવ્યાં છે. ગુજરાત કોંગ્રેસના ઇતિહાસમાં આ સૌથી મોટો સંગઠનાત્મક ફેરફાર કહેવામાં આવી રહ્યો છે.
 
અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા ગુજરાત કોંગ્રેસના ટોચના નેતાઓની દિલ્લીમાં કોંગ્રેસ હાઈકમાન સાથે બેઠક મળી હતી. આ બેઠકમાં 7 કાર્યકારી પ્રમુખોના નામ પર મહોર મારવામાં આવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ભાજપ પ્રદેશ કારોબારીનું ભવ્ય આયોજન બન્યો ચર્ચાનો વિષય