Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હિંમતનગરના મોતીપુરામાં સાબરમતી ગેસની પાઈપલાઈનમાં આગ લાગી

sabarmati
સાબરકાંઠા , શુક્રવાર, 31 મે 2024 (13:02 IST)
sabarmati
 જિલ્લામાં હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં આજે જાહેર રોડ પર સાબરમતી ગેસની પાઈપલાઈનમાં અચાનક આગ લાગતાં અફરાતફરી મચી જવા પામી હતી. આગની જ્વાળાઓ જોઈને રોડ પર દોડતા વાહનો રોકાઈ ગયાં હતાં. લોકોમાં દોડધામ મચી જવા પામી હતી. આ ઘટનાની જાણ થતાં સાબરમતી ગેસ કંપનીના કમર્ચારીઓ આવીને કોક બંધ કર્યો હતાં. તો ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ નહીં હોવાથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. 
 
ગેસની પાઈપ લાઈનના નજીકના કોક બંધ કર્યા 
ગુજરાતમાં રાજકોટ અગ્નિકાંડની ચર્ચાઓ હજી શાંત થઈ નથી ત્યાં સાબરકાંઠાના હિંમતનગરના મોતીપુરામાં જાહેર રોડ પર આજે સવારે અચાનક આગની જ્વાળાઓ ફૂંકાતી જોવા મળી હતી સાથે અવાજ પણ આવતો હતો. જેને લઈને રોડ પર ચારે તરફ ટ્રાફિક રોકાઈ ગયો હતો. આગની ઘટના અંગે હિંમતનગર પાલિકાના ફાયર વિભાગને જાણ કરાઈ હતી. સાબરમતી ગેસના કમર્ચારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ગેસની પાઈપ લાઈનના નજીકના કોક બંધ કર્યા હતા. 
webdunia
fire in gas pipeline
કચરો સળગાવતાં આગ લાગી હોવાનું પ્રાથમિક કારણ
ફાયર વિભાગે આગના સ્થળ પર પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી. રોડ સાઈડે જમીનમાં સાબરમતી ગેસની પાઈપલાઈન અને ઉપર એકઠો થયેલો કચરો સળગાવતાં આગ લાગી હોવાનું પ્રાથમિક કારણ છે. વારંવાર આવા બનાવો બની રહ્યા છે ત્યારે યોગ્ય કાર્યવાહી અને શહેરજનોમાં જાગૃતિ જરૂરી છે જેને લઈને આવા બનાવો ના બને.ચાર દિવસ પહેલા તલોદ તાલુકાના ગંભીરપુરા પાસે રોડ પર સાબરમતી ગેસની પાઈપ લાઈનમાં આગ લાગી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અનેક રાજ્યોમાં તીવ્ર ગરમીનું મોજું, ભીષણ ગરમીથી 270 લોકોના મોત