Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદના ગોતામાં મોડીરાતે પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ, ફાયરની 26 ગાડી દોડી ગઈ

Fire in plastic godown
, મંગળવાર, 2 એપ્રિલ 2024 (12:07 IST)
Fire in plastic godown


- ચેહર એસ્ટેટમાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં મોડીરાત્રે ભીષણ આગ 
- વિકરાળ આગમાં ચારથી પાંચ જેટલા ગોડાઉન બળીને ખાક થઈ 
- ફાયરબ્રિગેડની 26 જેટલી ગાડીઓ દ્વારા આખી રાત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવામાં આવી 

અમદાવાદના ગોતા વિસ્તારમાં સિલ્વર ઓક યુનિવર્સિટી નજીક આવેલા ચેહર એસ્ટેટમાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં મોડીરાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી. વિકરાળ આગમાં ચારથી પાંચ જેટલા ગોડાઉન બળીને ખાક થઈ ગયાં હતાં.

ફાયરબ્રિગેડની 26 જેટલી ગાડીઓ દ્વારા આખી રાત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવામાં આવી હતી. ગોડાઉનમાં મોડીરાત્રે લાગેલી આગ વહેલી સવાર સુધી ભભૂકી રહી હતી. હાલ ફાયર બ્રિગેડની ટીમે કુલિંગ કરવાની કામગીરી હાથ ધરી છે.અમદાવાદ ફાયર બ્રિગેડ પાસેથી મળતી માહિતી મુજબ મોડીરાત્રે 1.30 વાગ્યે ફાયર બ્રિગેડ કંટ્રોલરૂમમાં મેસેજ મળ્યો હતો કે, ગોતા વિસ્તારમાં સિલ્વર ઓક યુનિવર્સિટી નજીક આવેલા એસ્ટેટમાં આગ લાગી છે. જેને લઈ ફાયર બ્રિગેડની ટીમો રવાના કરવામાં આવી હતી. ચેહર એસ્ટેટના પ્લાસ્ટિકના એક ગોડાઉનમાં આગ શરૂ થઈ હતી અને જોત જોતામાં દસ મિનિટમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. થોડીવારમાં જ આખું ગોડાઉન આગની ઝપેટમાં આવી ગયું હતું. દૂર દૂર સુધી ધુમાડા અને આગની જ્વાળાઓ દેખાતી હતી. ફાયર બ્રિગેડની ટીમ પહોંચી ત્યાં સુધીમાં તો આગ વધુ ફેલાઈ ગઈ હતી. ફાયર બ્રિગેડની એક બાદ એક કુલ 26 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી.ફાયરબ્રિગેડની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા હતા. જોકે પ્લાસ્ટિકના ગોડાઉન હતા અને ઝડપથી આગ પકડી લેતાં હતાં. જેના કારણે એક બાદ એક કુલ ચારથી પાંચ ગોડાઉનમાં આગ ફેલાઈ ગઈ હતી. 6 કલાકની ભારે જહેમત બાદ વહેલી સવારે 7:30 વાગ્યે આગ કાબૂમાં લેવામાં આવી હતી. ચેહર એસ્ટેટમાં પ્લાસ્ટિકના ગોડાઉન હતા અને તેમાં આગ લાગવાના કારણે ખૂબ મોટું નુકસાન થયું હતું. એસ્ટેટમાં માત્ર ફાયર એક્ઝિગ્યુશન જ હતાં. અન્ય કોઈ ફાયર સિસ્ટમ હતી નહીં.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

IPL 2024 માં મુંબઈ ઈન્ડિયન્સની હાલત ખરાબ, પંડ્યાની કેપ્ટનશીપમાં ટીમના નામે નોંધાયા આ બે શરમજનક રેકોર્ડ