Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઝઘડિયામાં કેમિકલ પ્લાન્ટમાં બ્લાસ્ટ થતા 24 ઘાયલ,12 કીમી સુધી બ્લાસ્ટ સંભળાયો

ઝઘડિયામાં કેમિકલ પ્લાન્ટમાં બ્લાસ્ટ થતા 24 ઘાયલ,12 કીમી સુધી બ્લાસ્ટ સંભળાયો
, મંગળવાર, 23 ફેબ્રુઆરી 2021 (09:29 IST)
આજે ભરૂચના ઝઘડીયામાં આજે કેમિકલ ફેકટરીમાં બ્લાસ્ટ થતા ભારે નાસભાગ મચી જવા પામી હતી, આ ઘટના માં 24 લોકો ઘાયલ થયા અહેવાલ પ્રાપ્ત થયા છે. આ બનાવ એટલો ભયાનક હતો કે 12 કિમી સુધી બ્લાસ્ટનો અવાજ સંભળાયો હતો. બ્લાસ્ટને પગલે ધાડેડા, ઝઘડિયા અને આસપાસના વિસ્તારોમાં ભૂકંપ જેવો ઝાટકો અનુભવાયો છે. 
 
ગુજરાતના ભરુચ ના ઝઘડિયા સ્થિત કેમિકલ કંપની યૂપીએલ – 5ના પ્લાન્ટમાં બ્લાસ્ટ સાથે આગ લાગી હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે, આ ધમાકા અને આગની ચપેટમાં 24 લોકો આવ્યા હતા. જેથી તેઓ ઘાયલ થયા છે. તમામ ઈજાગ્રસ્ત કામદારોને અંકલેશ્વર અને વડોદરાની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. આ ઘટના વહેલી સવારે 2 વાગે બની હતી.
 
ઘટનાની જાણ થતાં જ ઘટના સ્થળે અનેક ફાયરબ્રિગેડ નો કાફલો સ્થળ ઉપર પહોંચી ગયો હતો, કંપનીના સીએમ નામના પ્લાન્ટમાં ઘટના બની છે. પ્રચંડ બ્લાસ્ટ ને કારણે 12 કિમી સુધી અવાજ સંભળાયો અને ભૂકંપ જેવો આંચકો આવતા ગામના લોકો ઘરની બહાર નીકળી આવ્યા હોવાનું લોકોએ જણાવ્યું હતું.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

petrol Diesal price- બે દિવસની રાહત બાદ આંચકો લાગ્યો, આજે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ફરી વધારો થયો