ભરૂચ પાસે મોડી રાત્રે દહેજમાં આવેલા સ્ટર્લિંગ કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગી હતી. આ આગને કાબૂ મેળવવા માટે 15થી વધારે ફાયર ફાઈટર ઘટના સ્થળે આવી પહોંચ્યા છે. જોકે હજુ સુધી આગ કાબૂમાં આવી નથી. મળતી માહિતી અનુસાર આગને કારણે કોઈ જાનહાની થઈ નથી. આગને કારણે ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતાં જે દૂરદૂરથી નજરે પડ્યા હતાં. જ્યારે કંપનીની બાજુમાં આવેલ અભેટા ગામને પણ સવારે ખાલી કરાયું હતું. જ્યારે આસપાસના વિસ્તારમાં આવેલ કંપનીના લોકોને પણ બહાર જવા દેવામાં આવ્યા નહોતા. દહેજની જી.આઇ.ડી.સીમાં આવેલ સ્ટર્લિંગ કંપનીમાં 3 અરસામાં આગ ફાટી નીકળતાં દોડધામ મચી ગઇ હતી. બનાવની જાણ થતાં ભરૂચ-સુરત અને અંકલેશ્વરથી 15થી વધુ ફાયર ફાઇટરો બોલવામાં આવ્યા હતાં. કંપનીમાં જ્વલનશીલ કેમિકલ હોવાથી નજીકમાં આવેલા અભેટા ગામને ખાલી કરાવી સલામત સ્થળ પર ખસેડવામાં આવ્યા હતા.
વહીવટી તંત્રએ ઓફ સાઈટ ઇમર્જન્સી જાહેર કરી છે. આગ પાર કાબુ મેળવા હજુ 3થી 4 કલાક લાગશે તેવું પ્રાંત અધિકારી અમિત પ્રકાશ યાદવે જણાવ્યું છે. બનાવની જાણ થતાં જ વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા પણ ઘટના સ્થળ પર પહોંચ્યા છે. સુત્રોના જણાવ્યા અનુસાર દહેજની એક કંપનીમાં આગ લાગી હતી જે હજુ પણ ચાલુ છે જેના કારણે આસપાસના વિસ્તારોમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આગ એટલી જોરદાર હતી કે બાજુમાં આવેલું આખું અભેટા ગામ ખાલી કરવાની ફરજ પડી હતી. જોકે કોઈ જાનહાની થઈ નથી.