Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 16 April 2025
webdunia

ધ બર્નિંગ મીલ: કરજણ ટોલનાકા નજીક મીલમાં લાગી આગ, ફાયર બ્રિગેડની 6 ટીમે ઘટનાસ્થળે

Fierce Fire At ISKCON Paper Mil
, શનિવાર, 29 મે 2021 (08:18 IST)
રાજ્યમાં સતત વધતા જતી આગ લાગવાની ઘટનાઓ વચ્ચે શુક્રવારે સાંજે વધુ એક આગ લાગવાની ઘટના સર્જાઇ હતી. બનાવની વાત કરીએ તો કરજણ ટોલનાકા નજીક આવેલી એક પેપર મીલમાં મોડી સાંજે અચાનક આગ લાગી હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ અંગે ફાયર બ્રિગેડને જાણ થતાં વડોદર અને પાદરાની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી. જોકે મોડે સુધી આગ ઓલવાની કામગીરી ચાલી હતી. 
 
ફાયર બ્રિગેડના સૂત્રોના જણાવ્યા અનુસાર શુક્રવારે માંડી સાંજે કરજણ ટોલનાકા પાસે આવેલી ઇસ્કોન પેપર મીલમાં આગ લાગી હોવાનો કોલ આઅવ્યો હતો. જેના પગલે વડોદરા અને પાદરાથી ફાયર બ્રિગેડની કુલ 6 ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી.
 
ત્યારબાદ સતત પાણીનો મારો ચલાવવાનો આવ્યો હતો અને આગ ઓલવવાનો પ્રયત્ન કર્યો હતો. આગ એટલી વિકરાળ હતી કે મોડી રાત સુધી કાબુ પર કાબૂ મેળવાયો ન હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ આગમાં કોઇ જાનહાનિના સમાચાર હજુ સુધી પ્રાપ્ત થયા નથી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મહારાષ્ટ્રમાં મોટી દુર્ઘટના - ઠાણેમાં 26 વર્ષ જૂની બિલ્ડિંગનો સ્લેબ પડતા 7ના મોત, અનેક દબાયા હોવાની આશંકા