Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ફી નિર્ધારણ સમિતિએ જાહેર કરી પ્રોવિઝનલ ફી, કઈ સ્કૂલની થઇ કેટલી? જાણવા કરો ક્લિક

ફી નિર્ધારણ સમિતિએ જાહેર કરી પ્રોવિઝનલ ફી, કઈ સ્કૂલની થઇ કેટલી? જાણવા કરો ક્લિક
, શુક્રવાર, 6 એપ્રિલ 2018 (17:31 IST)
થોડા સમય પહેલાં સુપ્રીમકોર્ટે કરેલા આદેશ બાદ રાજ્ય સરકારે નિવૃત હાઈકોર્ટ જજની અધ્યક્ષતામાં નવી ફી નિર્ધારણ સમિતિની રચના કરી છે. આ અમદાવાદ ઝોનની કમિટી દ્વારા આજે દરખાસ્ત કરનારી સ્કૂલોની 2018-19ના  વર્ષની ફાઈનલ ફી નક્કી કરતા પહેલા પ્રોવિઝનલ ફીના ઓર્ડર ઈસ્યુ કરવામા આવ્યા છે. મળતી માહિતી મુજબ ગત વર્ષની અને આ વર્ષની ફી દરખાસ્ત કરનારી સ્કૂલો મળીને અંદાજે 116 જેટલી સ્કૂલોની હંગામી ફી નક્કી કરવામા આવી છે. આ પ્રોવિઝનલ ફી પ્રમાણે સ્કૂલો હાલ વાલીઓ પાસેથી ફી લેશે. નિર્ધારણ સમિતિ દ્વારા અમદાવાદ શહેર-ગ્રામ્યની પ્રોવિઝનલ ફી નક્કી કરવામાં આવી છે. આ શાળાઓની પ્રોવિઝનલ ફી 17 હજારથી માંડીને 82 હજાર રૂ. સુધી નક્કી કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપતા જણાવ્યું હતું કે, ફી રેગ્યુલેટરી કમિટીમાં પેરેન્ટસ એસોસિએશનનો સમાવેશ કરવામાં આવે.  પ્રોવિઝનલ ફી કરતા જે શાળાઓએ વધુ ફી લીધી છે તે શાળાઓએ ફી પરત આપવી પડશે.
Dav ઈન્ટરનેશનની ફી 40થી 45 હજાર
ઓગણજ LML સ્કૂલની 45 હજારથી 53 હજાર
વસ્ત્રાલની માધવ સ્કૂલની ફી 22 હજારથી 35 હજાર
મધર ટેરેસા સ્કૂલની ફી 17થી 35 હજાર
વેદાંત ઇન્ટરનેશનલની ફી 30થી 38 હજાર 
ઝાયડસ સ્કૂલની ફી 40થી 52 હજાર
ગ્લોબલ ઇન્ટરનેશનલ સ્કૂલ 50થી 66 હજાર
ગ્લોબલ મિશનની સ્કૂલની ફી 30 હજારથી 60 હજાર સુધી 
રેડ બ્રિક્સની ફી 62થી લઈ82 હજાર સુધી
 પિનેકલ પબ્લિક સ્કૂલની 33થી 54 હજાર
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Historic Dandi March- જાણો મહત્મા ગાંધીએ કેમ મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો.