Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાજકોટમાં 12 જેટલી પેઢીઓમાં 35 લાખની નકલી નોટો ઘુસાડી, 7 આરોપીઓની અટકાયત

રાજકોટમાં 12 જેટલી પેઢીઓમાં 35 લાખની નકલી નોટો ઘુસાડી, 7 આરોપીઓની અટકાયત
, શુક્રવાર, 20 જાન્યુઆરી 2023 (14:41 IST)
ગુજરાતમાં નકલી નોટો ઘૂસાડવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. રાજકોટમાં 12 જેટલી પેઢીઓમાં 35 લાખની નકલી નોટો ઘૂસડવાના આરોપમાં 7 લોકોની અટકાયત કરવામાં આવી છે.  આંગડિયા પેઢીમાં નકલી નોટ જમા કરાવી બાદમાં જે તે સ્થળેથી અસલી નોટ મેળવતા હતા. જોકે 10થી 12 પેઢી મારફતે અંદાજીત 35 લાખ ઘુસાડ્યા હોવાની માહીતી સામે આવી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે કેટલાક ઈસમો દ્વારા આંગડિયા પેઢીમાં નકલી નોટ જમા કરાવવામાં આવતી હતી. ત્યાર બાદ તેઓ જે તે સ્થળેથી અસલી નોટ મેળવી લેતા હતા. જોકે પ્રાથમિક તપાસમાં 10થી 12 પેઢી મારફતે અંદાજીત 35 લાખ ઘુસાડ્યાની માહીતી સામે આવતા રાજકોટમાં આંગડિયા પેઢીઓમાં ખળભળાટ મચી ગયો છે.

આ સમગ્ર કૌભાંડ રાજ્યવ્યાપી હોવાની આશંકા પણ સેવાઇ રહી છે. આંગડિયા પેઢી દ્વારા નકલી નોટો જમા કરાવી અન્ય જગ્યાએથી અસલી નોટો મેળવી લેવાના કૌભાંડમાં પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં અત્યાર સુધી ભરત નામના વ્યક્તિ સહિત કુલ 7ની અટકાયત કરવામાં આવી છે. જોકે પોલીસની પૂછપરછમાં હજી પણ અનેક ખુલાસા થઈ શકે છે. આ કૌભાંડના તાર સમગ્ર રાજ્યમાં ફેલાયા હોવાની પણ આશંકાઓ છે. રાજકોટમાં નકલી નોટો ઘુસાડવાનું કારસ્તાન ઝડપાયા બાદ પોલીસ પણ તપાસમાં લાગી છે. પોલીસે ઝડપાયેલા ઇસમોની વધુ પૂછપરછ કરવાની કવાયત શરૂ કરી છે. તો બીજી તરફ પ્રાથમિક તપાસમાં નકલી નોટ ઉના શહેર અથવા ઉના પંથકમાંથી આવ્યાની ચર્ચા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કોંગ્રેસ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા નેતાઓ સામે કડક બની, 38 કાર્યકરોને હોદ્દા પરથી સસ્પેન્ડ કર્યા