Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

એકસપોર્ટ કરતા ઊદ્યોગ એકમો તા. રપ એપ્રિલથી શરૂ કરી શકાશે

એકસપોર્ટ કરતા ઊદ્યોગ એકમો તા. રપ એપ્રિલથી શરૂ કરી શકાશે
, શુક્રવાર, 24 એપ્રિલ 2020 (10:26 IST)
કોરોના વાયરસની સંક્રમણની સ્થિતીમાં જાહેર થયેલા લોકડાઉન દરમ્યાન રાજ્યના એકસપોર્ટ ઓરિએન્ટેડ ઊદ્યોગ એકમોને આર્થિક આધાર આપતો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ સંદર્ભમાં તેમણે એવા દિશાનિર્દેશો આપ્યા છે કે, રાજ્યમાં જે ઊદ્યોગ એકમો નિકાસ-એકસપોર્ટ કરતા હોય અને જેમની પાસે નિકાસ-એકસપોર્ટના ઓર્ડર્સ હાથ પર છે તેવા ઊદ્યોગ એકમો આગામી શનિવાર તા.રપમી એપ્રિલથી શરૂ કરી શકાશે. મુખ્યમંત્રીના આ નિર્ણયની ભૂમિકા મુખ્યમંત્રીના સચિવએ આપી હતી.
webdunia
તેમણે આ અંગે વધુમાં જણાવ્યું કે, આવા એકસપોર્ટ કરતા ઊદ્યોગ એકમો કે જેની પાસે એકસપોર્ટના ઓર્ડર પેન્ડીંગ હોય તેવા ઊદ્યોગો મ્યુનિસિપલ લિમિટમાં હોય પરંતુ કન્ટેઇનમેન્ટ વિસ્તાર બહાર કાર્યરત હોય તેમને પણ એકમ પૂન: શરૂ કરવા પરવાનગી અપાશે. આ હેતુસર, આવા ઊદ્યોગ એકમોએ સંબંધિત જિલ્લા કલેકટરને અરજી કરીને પરવાનગી મેળવવાની રહેશે તેમજ સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવવા સહિતના કોરોના સંક્રમણ નિયંત્રણ માટેની સુરક્ષા-સલામતિની ગાઇડલાઇન્સના નિયમો પણ જાળવવા પડશે એવી પણ મુખ્યમંત્રીએ સ્પષ્ટ સૂચનાઓ આપી છે.
webdunia
મુખ્યમંત્રીએ રાજ્યના અંત્યોદય, ગરીબ વર્ગના ૬૬ લાખ પરિવારો જે NFSA અન્વયે દર મહિને સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનોએથી અનાજ મેળવવા પાત્રતા ધરાવે છે તેવા લોકો-પરિવારો માટે વધુ એક સંવેદનશીલ નિર્ણય કર્યો છે. વિજય રૂપાણીએ નિર્ણય કર્યો છે કે, આવા ૬૬ લાખ કાર્ડધારકો-પરિવારોના ૩.રપ કરોડ લોકોને આગામી શનિવાર, તા. રપ એપ્રિલ-ર૦ર૦થી વ્યકિતદીઠ ૩.પ૦ કિલો ઘઉં અને ૧.પ૦ કિલો ચોખા વિનામૂલ્યે રાજ્ય સરકાર તરફથી વિતરણ કરાશે. મુખ્યમંત્રીના આ સંવેદનાસ્પર્શી નિર્ણય અંગે મુખ્યમંત્રીના સચિવે જણાવ્યું કે, આવા કાર્ડધારકોને ૧૭ હજારથી વધુ સસ્તા અનાજની દુકાનો પરથી આ અનાજ વિતરણ તા.રપ થી તા. ર૯ એપ્રિલ દરમ્યાન કરવામાં આવશે.
 
તદ્દઅનુસાર, જે NFSA કાર્ડધારકોના રેશનકાર્ડના છેલ્લા આંકડા ૧ અને ર છે તેવા ધારકોને તા. રપ એપ્રિલ શનિવારે, ૩ અને ૪ છેલ્લા આંકડા ધરાવતા કાર્ડધારકોને તા.ર૬ એપ્રિલ રવિવારે તેમજ પ અને ૬ છેલ્લા અંક ધરાવતા કાર્ડધારકને તા. ર૭ એપ્રિલ, સોમવારે ૭ અને ૮ અંક ધારકોને તા.ર૮ એપ્રિલ મંગળવારે તેમજ ૯ અને ૦ છેલ્લો અંક હોય તેવા NFSA કાર્ડધારકો તા.ર૯ એપ્રિલે બુધવારે અનાજ મેળવી શકશે. આ અનાજ વિતરણ દરમ્યાન પણ ભીડભાડ ન થાય તેમજ સોશિયલ ડિસ્ટન્સીંગ નોર્મ્સ જળવાય તેની તકેદારી રાખવાની સૂચનાઓ આપવામાં આવી છે. 
 
મુખ્યમંત્રીના સચિવે ઉમેર્યુ કે, જો આ દિવસો દરમ્યાન કોઇ પણ NFSA કાર્ડધારક પરિવાર અનાજ વિતરણનો લાભ અનિવાર્ય કારણોસર ન મેળવી શકે તો તેવા લાભાર્થીઓ તા. ૩૦ એપ્રિલ ગુરૂવારે પોતાનું અનાજ મેળવી શકશે એવી સૂચનાઓ પણ મુખ્યમંત્રીએ આપી છે. મુખ્યમંત્રીએ રાષ્ટ્રીય આપત્તિ જાહેર થયેલી વિપદા Covid-19 રોગનિયંત્રણ માટે જાહેર સાહસો, ઊદ્યોગો, દાતાઓ દ્વારા CSR કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સીબીલીટી તરીકે અપાતું દાન રાજ્ય સરકારની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી GSDMA પણ સ્વીકારશે તેવો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. 
 
આ સંદર્ભમાં મુખ્યમંત્રીના સચિવએ જણાવ્યું કે, GSDMAમાં આપવામાં આવતું આવું દાન-ડોનેશન જાહેર સાહસો, ઊદ્યોગ એકમોને CSRના ખર્ચ તરીકે બાદ મળવાપાત્ર રહેશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રવર્તમાન લોકડાઉનની સ્થિતીમાં નાના-નાના સ્વરોજગાર દ્વારા રોજગારી મેળવતા અને જીવનજરૂરી સેવાઓ સાથે સંકળાયેલા લોકોને રોજગારી મળી રહે તે માટે પણ મહત્વનો નિર્ણય કર્યો છે. 
 
મુખ્યમંત્રીના આ નિર્ણય અંગેની ભૂમિકા આપતાં તેમના સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું કે, આવા સ્વરોજગારી સાથે જોડાયેલા પ્લમ્બર, કારપેન્ટર, ઇલેકટ્રીશ્યન, મોટર રિપેરીંગ-ઓટો મિકેનીકને પોતાનું કામકાજ શરૂ કરવા દેવા જિલ્લા કલેકટરોને સૂચનાઓ આપી દેવામાં આવી છે. રાજ્યમાં નગરો-મહાનગરોની હદ બહારના ગ્રામ્ય વિસ્તારોમાં તા.ર૦ એપ્રિલથી ઊદ્યોગ એકમો ફરી શરૂ કરવાની પરવાનગીઓ ભારત સરકારના નિયમોને આધિન આપવાની થયેલી શરૂઆત અંતર્ગત ગુજરાતમાં ૩૫ હજાર એકમો કાર્યરત થયા છે. એટલું જ નહિ, ૩ લાખ રપ હજાર શ્રમિકો-કામદારોને રોજી-રોટી મળતી થઇ છે.
 
તેમણે રાજ્યના ૬૬ લાખ NFSA કાર્ડધારકોને હાલની વિકટ સ્થિતીમાં આર્થિક સહાય આપવા રૂ. ૧ હજાર આવા લાભાર્થીઓના બેન્ક ખાતામાં જમા કરાવવાની તા.ર૦ એપ્રિલથી મુખ્યમંત્રીની પ્રેરણાથી શરૂઆત થઇ છે તેની પણ વિગતો આપી હતી. આ સંદર્ભમાં અશ્વિનીકુમારે કહ્યું કે, આજે ગુરૂવારે રાજ્યના ૮ મહાનગરોના આવા ૧૧.૩૮ લાખ NFSA લાભાર્થીઓના બેન્ક ખાતામાં રૂ. ૧૧૩ કરોડની રાશિ જમા થઇ છે. રાજ્યભરમાં અત્યાર સુધીમાં ૩૪૦ કરોડ રૂપિયાની રકમ ૩૪ લાખ NFSA લાભાર્થીઓના બેન્ક ખાતામાં જમા થઇ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Web viral- સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી આ સ્પર્શી તસવીરની સત્યતા જાણીને તમે ચોંકી જશો