Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'ગુલાબ' પછી ગુજરાત પર મંડરાય રહ્યો છે 'શાહીન' વાવાઝોડાનુ સંકટ, જાણો કેવી રીતે પડે છે વાવાઝોડાના નામ ?

'ગુલાબ' પછી ગુજરાત પર મંડરાય રહ્યો છે 'શાહીન' વાવાઝોડાનુ સંકટ, જાણો કેવી રીતે પડે છે વાવાઝોડાના નામ ?
, બુધવાર, 29 સપ્ટેમ્બર 2021 (10:32 IST)
તમારા મનમાં ક્યારેક તો એવો વિચાર આવતો હશે કે આટલા ભયાનક અને વિનાશક વાવાઝોડાના નામ આટલા સુંદર અને કોમળ કેવી રીતે હોઈ શકે ? જેવુ કે લેટેસ્ટ વાવાઝોડુ ગુલાબ અને શાહીન. કોણ રાખે છે આ વાવાઝોડાના નામ અને શુ છે આનો ઈતિહાસ આવો જાણીએ  હાલના વાવાઝોડાનું નામ શાહીન છે આ નામ કતાર દ્વારા આપવામાં આવ્યુ છે અને તમે ના સાંભળ્યા હોય તો જણાવી દઈએ કે ભૂતકાળમાં ઓખી, કટરીના, લીઝા, લૈરી,જેવા નામો પણ વાવાઝોડાના રાખવામાં આવ્યા હતા. 
 
તમારા મનમાં આવો પ્રશ્ન ઉભો થયો જ હશે કે આ વાવાઝોડાના નામ કેવી રીતે આપવામાં આવે છે. તમને ખબર ના હોય તો જણાવી દઈએ કે બધા દેશો સાથે મળીને આ નામકરણ કરે છે. જેમાં અલગ અલગ નામો પહેલાંથી જ આપી દેવાયા હોય છે. આ નામકરણ માટે સંગઠન પણ બનાવવામાં આવ્યું છે. જેમાં વિવિધ દેશોનો સમાવેશ પણ કરાયો છે.
 
2004ના વર્ષમાં જે પણ દેશો દરિયાકિનારાની સરહદ ધરાવે છે તે આઠ દેશોની વચ્ચે એક કરાર કરવામાં આવ્યો. આ દેશોમાં જોવા જઈએ તો ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, મ્યાનમાર, માલદીવ, શ્રીલંકા, ઓમાન અને થાઈલેન્ડનો સમાવેશ થાય છે. વિવિધ દેશના નામ પહેલાં અક્ષર અનુસાર તેમનો ક્રમ નક્કી થાય છે. તે ક્રમના આધારે જે દેશ વાવાઝોડાનું નામ સૂચવે છે.
 
દરેક વાવાઝોડાનું નામ હોય છે અને તમે ના સાંભળ્યા હોય તો જણાવી દઈએ કે ભૂતકાળમાં ઓખી, કટરીના, લીઝા, લૈરી,જેવા નામો પણ વાવાઝોડાના રાખવામાં આવ્યા હતા. આ વખતના વાવાઝોડાનું નામ ટૌકટે રખાયું.
 
તમારા મનમાં આવો પ્રશ્ન ઉભો થયો જ હશે કે આ વાવાઝોડાના નામ કેવી રીતે આપવામાં આવે છે. તમને ખબર ના હોય તો જણાવી દઈએ કે બધા દેશો સાથે મળીને આ નામકરણ કરે છે. જેમાં અલગ અલગ નામો પહેલાંથી જ આપી દેવાયા હોય છે. આ નામકરણ માટે સંગઠન પણ બનાવવામાં આવ્યું છે. જેમાં વિવિધ દેશોનો સમાવેશ પણ કરાયો છે.
 
અમેરિકા પાડતુ હતુ પહેલા નામ
 
1953થી અમેરિકાનું એક સેન્ટર ઉષ્ણકટિબંધીય ચક્રવાતોનું નામ પાડે છે. અમેરિકાની આ સંસ્થાનું નામ નેશનલ હેરીકેન સેન્ટર છે. વર્લ્ડ મીટરોયોલોજીકલ ઓર્ગેનાઈઝેશન એટલે WMO પણ નામની પેનલમાં છે. WMO સંયુક્ત રાષ્ટ્રની વૈશ્વિક એજન્સી છે જે નામોની પેનલમાં છે
 
અગાઉ હિંદ મહાસાગરમાં ઉદભવતા ચક્રવાતોનું કોઈ નામ રખાતું ન હતું
નામોને કારણે સાંસ્કૃતિક વિવિધતા વાળા ક્ષેત્રોમાં લોકોની લાગણી દુભાતી હતી. લોકોની ભાવનાને ધ્યાનમાં રાખીને આ ચક્રવાતોનું કોઈ નામ રખાતું ન હતું. ચક્રવાતોના નામને કારણે ક્યારેક વિવાદો પણ ઉભા થવાનો ડર હતો. આ કારણે સંબંધિત દેશોને પોતાના ક્ષેત્રમાં આવનારા ચક્રવાતનું નામ જાતે પાડવાનું કહેવાયું અને વાવાઝોડાના નામ પાડવાની શરૂઆત થઈ. 
 
દેશોના સામાન્ય લોકો પણ ચક્રવાતના નામ સૂચવી શકે છે
 
ભારત સરકાર લોકો પાસે નાના અને સમજમાં આવે તેવા નામ મંગાવે છે. સાંસ્કૃતિકરૂપે સંવેદનશીલ અને ભડકાઉ નામ ન હોય તેનું ધ્યાન રાખવાનું હોય છે. ફેની વાવાઝોડાનું નામ બાંગ્લાદેશે આપ્યું હતું. સામાન્ય માણસ પણ નામ લખીને મેટરોલોજી ડિપાર્ટમેન્ટને મોકલી શકે છે. 
 
બાંગ્લામાં ફેનીનો મતલબ સાપ એવો થાય છે
 
2013માં શ્રીલંકાએ એક વાવાઝોડાનું નામ મહાસેન આપ્યું હતું. જો કે શ્રીલંકામાં જ મહાસેનના નામ પર જોરદાર વિરોધ થયો હતો. શ્રીલંકામાં રાજા મહાસેન શાંતિ અને સમૃદ્ધિનું પ્રતીક ગણાય છે. 'મહા' વાવાઝોડાનું નામ ઓમાને આપ્યું છે જે 8માંનો એક દેશ છે. 'મહા'નો મતલબ એરેબિકમાં 'વાઈલ્ડ કાઉ' એવો થાય છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Cyclone Shaheen- રાજ્યમાં હવે 'શાહિન' વાવાઝોડું સક્રિય - તોફાનની અસરથી ભારે વરસાદની આગાહી, જાણો ગુજરાતને કેટલો ખતરો