ગાંધીનગરઃ આજે 10 લાખથી વધુ ઉમેદવારો બિન સચિવાલય કલાર્કની પરીક્ષા આપશે. પરીક્ષાને લઇને એસટી વિભાગ 1 હજાર એકસ્ટ્રા બસ દોડાવશે. ઈલેક્ટ્રોનિક ગેઝેટ લઈ જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
243 કેન્દ્ર પર બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા યોજાશે. પેપર લીક ન થાય માટે પૂરી તૈયારી હોવાનો ગૌણ સેવા પસંદગી મંડળે દાવો કર્યો હતો.