Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શ્રમ અને રોજગાર વિભાગે ટોલ ફ્રી હેલ્પલાઈન શરૂ કરી

શ્રમ અને રોજગાર વિભાગે ટોલ ફ્રી હેલ્પલાઈન શરૂ કરી
, સોમવાર, 6 એપ્રિલ 2020 (09:58 IST)
ગુજરાત સરકારે માલિકોએ કામદારોના વેતન નહી ચૂકવ્યાની તથા અન્ય ફરિયાદોના નિવારણ માટે કન્ટ્રોલ રૂમ અને ટોલ ફ્રી હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે, તેમ શ્રમ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રાએ જણાવ્યું હતું.
 
વિપુલ મિત્રાએ જણાવ્યું હતું કે “કોરોના વાયરસ મહામારીના કારણે હાલમાં ચાલી રહેલી મહામારીના સંદર્ભમાં ઘરે કામ કરતા કામદારો ઉપરાંત સંગઠીત અને અસંગઠીત બંને ક્ષેત્રોના કામદારોને પૂરેપૂરૂ વેતન ચૂકવી દેવા સરકારે કાયદા હેઠળ જાહેરનામુ બહાર પાડી દીધુ  છે એકંદરે આ કાયદાનુ પાલન થઈ રહ્યું છે, પણ જ્યારે પણ વેતન નહી ચૂકવ્યાના અહેવાલો પ્રાપ્ત થશે ત્યારે  કલેકટર અને શ્રમ અને રોજગાર વિભાગના અધિકારીઓ મારફતે કડક કાનૂની કાર્યવાહિ હાથ ધરવામાં આવશે.”
 
લેબર કમિશનરની કચેરીમાં એક કન્ટ્રોલ રૂમની સ્થાપના કરવામાં આવી છે, તેમાં જેમને તા. 7 એપ્રિલ, 2020 સુધીમાં વેતન મળ્યુ ના હોય તેવી સ્ત્રી અથવા પુરૂષ ટોલ ફ્રી નંબર 155 372 ઉપર ફરિયાદ નોંધાવી શકશે. આ ઉપરાંત જીલ્લા કલેકટરની કચેરીમાં એક ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર 1077 પણ શરૂ કરવામાં આવ્યો છે.
 
“આ ઉપરાંત તમામ લેબર કમિશનરથી માંડીને સરકારી લેબર ઓફિસર સહિતના તમામ લેબર ઓફિસરોના અધિકૃત ટેલિફોન નંબરો અને ટવીટર હેન્ડલ ઉપર ફરિયાદ કરી શકાશે. લેબર ઓફિસરોને રેન્ડમ ધોરણે  ઈન્સપેકશન કરવાની તથા સુઓ-મોટો એકશન લેવાની પણ સત્તા આપવામાં આવી છે કે જેથી ફરિયાદોનુ સમયસર નિવારણ થાય.”
 
આ ઉપરાંત શ્રમ અને રોજગાર વિભાગ પણ તેની વેબસાઈટ મારફતે ફરિયાદ નિવારણ અંગેની માહિતીનો પ્રચાર કરી રહી છે. આ ઉપરાંત છેલ્લા થોડાક દિવસોમાં લેબર ઓફિસરોના 50થી વધુ ટવીટર હેન્ડલ એકટીવેટ કરવામાં આવ્યા છે.
 
લેબર કમિશનરેટના તમામ જીલ્લા લેબર ઓફિસરોને જાહેરનામાનો કડક અમલ કરવા માટે તથા કોન્ટ્રાક્ટ, છૂટક તથા નિયમિત કામ કરતા કામદારોને ઉદ્યોગો, દુકાનો અને વ્યાપારી એકમો તથા ઘરના નોકરને પૂરો પગાર નહી આપનાર પરિવારો સામે કાર્યવાહિ હાથ ધરવા સૂચનાઓ આપવામાં આવી છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

તબલીગી જમાતે કોરોનાના સંકટને વધાર્યુ, સરકારે હોટસ્પોટ માટે વિશેષ રણનીતિ બનાવી