ગુજરાત વિધાનસભા ની અમરાઈવાડી ,ખેરાલુ, બાયડ ,રાધનપુર લુણાવાડા અને થરાદ સહિત 6 બેઠકો ની પેટાચૂંટણી 21 ઓક્ટોબર ના રોજ થનાર છે. ત્યારે બીજેપી એ 6 બેઠકો માટે ઉમેદવારો ની પેનલ ને આખરી ઓપ આપ્યો છે.બીજેપી દ્વારા આ પેનલ ને કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ માં મોકલ્યા બાદ કેન્દ્રીય બીજેપી દ્વારા પેટા ચૂંટણી ના ઉમેદવારો ની યાદી જાહેર કરવા માં આવશે.
તમામ બેઠક ઉપર ભાજપનો વિજય નિશ્ચિત ગણવામાં આવે છે. જેથી ભાજપના હોદ્દેદારો અને સિનિયર આગેવાનો આ બેઠકો પર ચૂંટણી લડવા માગે છે. તો કેટલાક નેતાઓ પોતાના વિશ્વાસુ ઉમેદવારને ટિકીટ મળે તે માટે લોબિંગ કરી રહ્યા છે ભાજપ હાઈકમાન્ડ દ્વારા આગામી બે દિવસ ની અંદર નામ ડિક્લેર કરવામાં આવે તેવી શક્યતાઓ છે.
બીજી બાજુ સચિવાલયના સૂત્રો જણાવે છે કે ભાજપે તમામ છ બેઠકો માટે કોને મેદાનમાં ઉતારવા તે નક્કી કરી લીધું છે. જેની સત્તાવાર જાહેરાત હવે પછી કરાશે પરંતુ હાલમાં જે ચર્ચા છે તે મુજબ ઉત્તર ગુજરાતના રાધનપુર માંથી કોંગ્રેસના બળવાખોર નેતા અલ્પેશ ઠાકોર તથા તેના સાથીદાર ગણાતા ધવલ ઝાલા ને બાયડ બેઠક પરથી ચૂંટણી લડવાશે.
જ્યારે અમદાવાદના અમરાઈવાડી ની બેઠક પરથી રમેશ કાંટાવાળાનું નામ નિશ્ચિત માનવામાં આવે છે જોકે આ નામે સૌને ચોંકાવી દીધા છે કારણ કે અગાઉ સંગઠનમાં કામ કરતા અને લોકો સાથે જોડાયેલા તથા ભાજપમાં જેની છાપ ખૂબ જ સારી છે અને સ્થાનિક લોકોમાં લોકપ્રિય છે તેવા કમલેશ પટેલ અથવા તો હાલના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમુલ ભટ્ટને ટિકિટ મળે તેવી શક્યતાઓ વ્યક્ત કરાતી હતી ઉપરાંત અન્ય કેટલાક નામોની અટકળો પણ વહેતી થઈ હતી પરંતુ આ કોઈ માંથી હાઈ કમાન્ડે પસંદગી કરવાનું ટાળ્યું હોવાનું માનવામાં આવે છે.
આજ રીતે ઉત્તર ગુજરાતની ખેરાલુ બેઠક પરથી રામસિંહ ભરતજી ઠાકોર નું નામ રેસમાં આગળ નીકળી ગયા ની ચર્ચા છે બીજી બાજુ લુણાવાડા બેઠક માટે દિનેશ પટેલ ,જીગ્નેશ સેવક જે પી પટેલ થરાદ શૈલેશ પરબતભાઇ પટેલ વગેરે નામની ચર્ચા ચાલી રહી છે જોકે પ્રદેશ બીજેપી પાર્લામેન્ટરી બોર્ડ ઉમેદવારની યાદી ને આખરો ઓપ આપી દીધો છે.
બીજેપીએ અમરાઈવાડી વિધાનસભા બેઠક માટે રમેશ કાંટાવાળાનું નામ આખરી કર્યું હોવાની ચર્ચા છે.અન્ય નામોની વાત કરીએ પૂર્વ ડેપ્યુટી મેયર રમેશ દેસાઈ અને શહેર બીજેપી મહામંત્રી કમલેશ પટેલ પણ રેસ માં છે.આ બન્ને સ્થાનિક ઉમેદવાર છે.આ બન્ને નેતાઓના ગોડ ફાધર પણ એકજ છે.જોકે તેમનો પનો ટૂંકો પડે છે.
જ્યારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અમુલ ભટ્ટ અને અસિત વોરા ,હિન્દીભાષીઓ માં દિનેશ કુશવાહ ,મહેશ કુશવાહ ઉપરાંત પાટીદારો માં પ્રવીણ પટેલ ઋત્વિજ પટેલ અને મહેશ કસવાળા ના નામો છે.
જોકે તેમને કોઈ મોટા નેતા નું પીઠબળ ન હોવાથી ટીકીટ મળવી મુશ્કેલ છે.આ તમામ નામો માં એકપણ વ્યક્તિ સ્થાનિક નથી..એટલે ટીકીટ મુશ્કેલ છે.જોકે ધનબળ અને રાજકીય નેતાના પીઠબળ ના આધારે અમરાઈવાડી માં ટીકીટ મળશે તેવું સૂત્રો કહી રહ્યા છે.
થરાદ માં પૂર્વ પ્રધાન પરબત પટેલ ના પુત્ર શૈલેશ પટેલ ને ટીકીટ આપવામાં આવે તેવી પ્રબળ શકયતા છે..અન્ય નામો ની વાત કરીએ પૂર્વ આરોગ્ય પ્રધાન શંકર ચૌધરી પણ આ બેઠક માટે મજબૂત દાવેદાર મનાય છે.જોકે મોટા નેતાઓ નું પીઠબળ ન હોવાથી ટીકીટ મળવી મુશ્કેલ છે.