Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દ્વારકાધીશની બેટ દ્વારકાની વર્લ્ડ ક્લાસ’ સ્તરે થશે કાયાપલટ, કરોડોના ખર્ચે મુખ્ય મંદિરથી બીચ સુધી વિકાસ થશે

Dwarkadhish's bat Dwarka will be transformed to world-class level
, બુધવાર, 21 ઑગસ્ટ 2024 (13:35 IST)
Dwarkadhish's bat Dwarka will be transformed to world-class level
બેટ દ્વારકામાં ‘સુદર્શન સેતુ’ના નિર્માણ બાદ યાત્રાળુઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. આ જ રીતે તીર્થ સ્થળ તેમજ આસ્થાની સાથે પૌરાણિક મહાત્મ્ય ધરાવતી પ્રસિદ્ધ ભગવાન શ્રી કૃષ્ણની ‘બેટ દ્વારકા’ની વૈશ્વિક સ્તરે કાયાપલટ માટે પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરાના સતત માર્ગદર્શનમાં ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં ત્રણ તબક્કામાં મંદિર પરિસર, બીચ અને તેની આસપાસના વિસ્તારોને ડેવલપ કરવામાં આવશે. આ આઈલેન્ડના પ્રથમ તબક્કા-ફેઝના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા રૂ.૧૫૦ કરોડની માતબર રકમ ફાળવવામાં આવી છે,જેની ટેન્ડરિંગની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે.આવનારા સમયમાં આ આઈલેન્ડના ફેઝ -૨ અને ૩ની ડેવલપમેન્ટની કામગીરી ચાલુ કરવામાં આવશે તેમ,ગુજરાત પ્રવાસન નિગમ, ગાંધીનગર દ્વારા જણાવવામાં આવ્યું છે.
webdunia
Dwarkadhish's bat Dwarka will be transformed to world-class level
ગુજરાતમાં અનેક ધાર્મિક અને ઐતિહાસિક સ્થળો- ટૂરિસ્ટ ડેસ્ટિનેશનને કરોડોના ખર્ચે પ્રવાસીઓ માટે વિકસાવવામાં આવી રહ્યા છે.પ્રવાસન નિગમની યાદી મુજબ બેટ દ્વારકા ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ફેઝ -૧માં દ્વારકાધીશજી મંદિર ડેવલપમેન્ટ, સ્ટ્રીટ બ્યુટિફિકેશન,હેરિટેજ સ્ટ્રીટ ડેવલપમેન્ટ, શંખનારાયણ મંદિર અને તળાવ ડેવલપમેન્ટ, નોર્થ બીચ ડેવલપમેન્ટ-પબ્લિક બીચ, ટૂરિસ્ટ વિઝિટર સેન્ટર અને હાટ બજાર અને હિલ્લોક પાર્ક વીથ વ્યૂઈંગ ડેક બનાવવામાં આવશે.સાથેસાથે બેટ દ્વારકા રિડેવલપમેન્ટ પ્રોજેક્ટના ફેઝ-૨ માં દાંડી હનુમાન મંદિર અને બીચ ડેવલપમેન્ટ, અભય માતા મંદિર અને સનસેટ પાર્ક,નેચર એન્ડ મરીન ઇન્ટરપ્રેશન સેન્ટર, સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર, કમ્યુનિટી લેક ડેવલપમેન્ટ અને રોડ એન્ડ સાઈન બનાવવામાં આવશે.આ પછી બેટ દ્વારકા ડેવલપમેન્ટ પ્રોજેક્ટના ફેઝ -૩ માં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ, કમ્યુનિટી લેક ડેવલપમેન્ટ અને લેક અરાઈવલ પ્લાઝા તૈયાર કરવામાં આવશે. બેટ દ્વારકા આવતા યાત્રિકો માટે ભવિષ્યમાં બીચથી મંદિર સુધી શટલ સર્વિસ, ઈવ્હીકલ, ડોલ્ફિન વ્યૂઈંગ માટે ફેરી સર્વિસ, ઓડિયો વિઝુઅલ પ્રદર્શન, સ્કિલ ડેવલપમેન્ટ અને ગાઈડ ટ્રેનિંગ વગરે ડેવલપ કરવામાં આવશે.
 
બેટ દ્વારકા આઈસલેન્ડ ડેવલપમેન્ટના ફેઝ -૧ના મુખ્ય આકર્ષણો:
મંદિર પરિસર અને તેની આજુબાજુના પ્રાંગણનો વિકાસ બેટ દ્વારકા ડેવલપમેન્ટના માસ્ટર પ્લાન મુજબ કરાશે. મંદિર પરિસરમાં યાત્રાળુઓ સરળતાથી પ્રવેશી શકે એ માટે ચાર દિશાઓમાં પ્રવેશ દ્વાર બનાવાશે. જેમાં સુદામા સેતુથી બેટ દ્વારકા ગામ તરફ આવતા રસ્તાને, દરિયાઈ માર્ગેથી મુખ્ય પ્રવેશ સુધીનો દ્વાર બનશે.અહીં યાત્રાળુઓ માટે મંદિર સામગ્રીની ચીજ વસ્તુઓ, ખાણી-પીણીના સ્ટોલ, લોકલ આર્ટ અને ક્રાફ્ટને પ્રમોટ કરતી દુકાનો તથા જીવનજરૂરિયાત વસ્તુઓને લગતી દુકાનો બનાવામાં આવશે.અન્ય સુવિધાઓમાં મોબાઈલ અને પગરખાં મૂકવાની લોકર સુવિધા, પ્રસાદ વિતરણ કેન્દ્ર તથા કોમન ટોઈલેટ્સની સુવિધા ઊભી કરાશે. આ સાથે અત્યાધુનિક ફેસેલિટીવાળી ભોજનશાળા અને સભા, ભજન-કીર્તન કરવા માટે બે મલ્ટીપર્પઝ હોલ પણ બનાવાશે.સૌથી મહત્ત્વનું કે, મંદિરમાં ભીડ ના થાય એ માટે ભાઈઓ અને બહેનોની દર્શન કરવાની લાઈન અલગ બનાવાશે તથા દિવ્યાંગોને કોઈ અગવડ ના પડે એ રીતે આ માસ્ટર પ્લાન ડિઝાઈન કરાયો છે. મંદિર પરિસરમાં યાત્રાળુઓને માહિતગાર કરતાં સાઈન બોર્ડ, પાણીની પરબ, કચરા પેટી અને બેસવા માટે બેન્ચની વ્યવસ્થા હશે. યાત્રાળુઓની યાત્રા યાદગાર બને તે માટે ભગવાન શ્રીકૃષ્ણના જીવનચરિત્રના ચિત્રો અથવા મૂર્તિનું પ્રદર્શનનું પણ પ્લાનિંગ કરાયું છે.બેટ દ્વારકાનો આ નોર્થ બીચ શિયાળાની ઋતુમાં ‘ડોલ્ફિન’ નિહાળવા માટે જાણીતો છે. અહીં અનોખો ‘પદમ’ નામનો શંખ મળે છે જેથી આ બીચને ‘પદમ બીચ’ પણ કહેવામાં છે. માસ્ટર પ્લાન મુજબ આ બીચ પર પાર્કિંગ, ખાણીપીણીના સ્ટોલ, બાળકો માટે રમત-ગમતના સાધનો, બેસવાની સુવિધા અને ટોઈલેટ જેવી ફેસેલિટી ઊભી કરાશે. આ નોર્થ બીચ પર ટૂરિસ્ટો મનોરંજન અને સૂર્યાસ્તનો નયનરમ્ય નજારો માણી શકશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ટૂંક સમયમાં રાજકોટના હીરાસર એરપોર્ટથી ઈન્ટરનેશનલ ફ્લાઈટ ઉડાન ભરશે,