Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદ એરપોર્ટથી ડ્રગ્સ ઝડપાયાની છેલ્લા બે સપ્તાહમાં બીજી ઘટના, હવે આફ્રિકન દંપતિ ઝડપાયું

અમદાવાદ એરપોર્ટથી ડ્રગ્સ ઝડપાયાની છેલ્લા બે સપ્તાહમાં બીજી ઘટના, હવે આફ્રિકન દંપતિ ઝડપાયું
, ગુરુવાર, 3 માર્ચ 2022 (09:57 IST)
અમદાવાદનું સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ સ્મગ્લર્સ બાદ હવે ડ્રગ્સની હેરાફેરી કરનારા માટે પણ 'હોટ ફેવરિટ' બની ગયું છે. અમદાવાદ એરપોર્ટમાંથી મુસાફર પાસેથી ડ્રગ્સ ઝડપાયાની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં કેન્યાના દંપતિ પાસેથી ડ્રગ્સ ઝડપાયું છે. અગાઉ ગત મહિને યુગાન્ડાથી આવેલા બે મુસાફર પાસેથી હેરોઇનની ૧૬૫ કેપસ્યુઅલ્સ મળી આવી હતી.
 
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર કેન્યાના નૈરોબીથી એર ઇન્ડિયાની ફ્લાઇટ મંગળવારે મોડી રાત્રે અમદાવાદ આવી હતી. આ ફ્લાઇટમાં આવેલા બે મુસાફરની હિલચાલ શંકાસ્પદ જણાતાં કસ્ટમ્સ દ્વારા તેમની જડતી લેવામાં આવી હતી. જેમાં તેમણે પેસ્ટની અંદર ડ્રગ્સ છુપાવ્યું હોવાનું સામે આવ્યું હતું. પેસ્ટની અંદર તેમણે એ રીતે ડ્રગ્સ છુપાવ્યું હતું કે પ્રથમ નજરે તેના પર શંકા જ જાય નહીં. આ પેસ્ટ પણ તેમણે સૂટકેસમાં છુપાવીને રાખી હતી. આ મામલે ડીઆરઆઇએ કેસ  નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે. વધુ તપાસમાં સામે આવ્યું છે કે આ બંને મુસાફરો દંપતિ છે અને તેઓ કેન્યાનું નાગરિકત્વ ધરાવે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કેન્યાના દંપતિ પાસેથી મળી આવેલા આ ડ્રગ્સને વધુ તપાસ માટે એફએસએલ મોકલવામાં આવ્યું છે. બીજી તરફ આ ડ્રગ્સ કોના દ્વારા મોકલવામાં આવ્યું હતું અને કોને પહોંચાડવામાં આવી રહ્યું હતું તે દિશામાં તપાસ હાથ ધરાઇ છે.વિશ્વસનીય સૂત્રો પાસેથી પ્રાપ્ત અનુસાર ઈન્ટરનેશનલ એરક્રાફ્ટ મૂવમેન્ટમાં વધારાની સાથે ડ્રગ્સ-સ્મગ્લિંગની હેરાફરીમાં પણ વધારો થયો છે. અમદાવાદ એરપોર્ટમાં મંગળવારે રાત્રે ૨૬ ઈન્ટરનેશનલ ફ્લાઇટની અવર-જવર નોંધાઇ હતી. વધુ ઈન્ટરનેશનલ મુસાફરોને કારણે કસ્ટમ્સ વ્યસ્ત હશે એટલે ડ્રગ્સની હેરાફરી આસાનીથી થઇ શકે તેવી કેન્યાથી આવી રહેલા દંપતિની ગણતરી હતી. પરંતુ કસ્ટમ્સે તેમની શંકાસ્પદ હિલચાલ પકડી પાડતાં આ દંપતિ તેમના મનસૂબા પાર પાડવામાં ફાવી  શક્યું નહાતું.અગાઉ ૧૮ ફેબુ્રઆરીએ યુગાન્ડાથી આવેલા બે મુસાફર પાસેથી કોકેઈન ધરાવતી ૧૬૫ કેપ્સ્યુઅલ મળી આવી હતી. આ કેસ જટિલ એટલે હતો કેમકે આ મુસાફરોએ પેટની અંદર છુપાવી હતી. જેમાં પુરુષ મુસાફરે ૮૫ અને મહિલા મુસાફરે ૫૦ કેપ્સ્યુઅલ કન્સિલ કરીને પેટની અંદર છુપાવી હતી. આ બંનેને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં એક કેપ્સ્યુઅલ પેટમાં ફાટી જતાં મહિલા દર્દીનું મોત થયું હતું.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

MBBSના 6 વર્ષના કોર્ષમાં માત્ર 3 મહિના બાકી છતાં જીવ બચાવવા યુક્રેનથી વિદ્યાર્થી પરત આવ્યો