Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાજ્યમાં PMJAY હેઠળની ખાનગી હોસ્પિટલોમા ડાયાલિસીની સેવા ત્રણ દિવસ માટે બંધ

રાજ્યમાં  PMJAY હેઠળની ખાનગી હોસ્પિટલોમા ડાયાલિસીની સેવા ત્રણ દિવસ માટે બંધ
, સોમવાર, 14 ઑગસ્ટ 2023 (09:21 IST)
ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી અમૃતમ (માઁ) યોજના હેઠળ દર્દીઓને આપવામાં આવતી સારવારના ખર્ચમાં ઘટાડી નાખવામાં આવતા તેના વિરોધમાં ગુજરાત રાજ્યના તમામ નેફ્રોલોજીસ્ટ ડોક્ટરોએ આંદોલનનું શસ્ત્રી ઉગામી આગામી તા.14 થી તા.16  સૌરાષ્ટ્ર દરમિયાન મુખ્યમંત્રી અમૃતમ (માઁ) યોજના હેઠળની ડાયાલીસીસ સેવાઓ બંધ રાખવાનો નિર્ણય જાહેર કર્યો છે.  ડાયાલિસિસની રકમ 2 હજારથી ઘટાડી 1 હજાર 650 કરાતા વિરોધ કરાઈ રહ્યો છે. જેને લઈ ડાયાલિસિસના દર્દીઓએ 3 દિવસ સરકારી સેન્ટરોમાં સારવાર લેવી પડશે અને હાલાકી ભોગવવી પડશે.
 
ગુજરાત રાજ્યમાં કિડની ડાયાલીસીસના દર્દીઓમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. ગુજરાત રાજ્યમાં એક વર્ષ દરમિયાન 1 કરોડ 30  લાખ દર્દીઓને ડાયાલીસીસની સારવાર સરકાર દ્વારા માન્ય થયેલા ભાવ દ્વારા કરવામાં આવે છે. જેમાં છેલ્લા આઠ વર્ષથી કોઈ વધારો કરવામાં આવ્યો નથી. આ મુદ્દે અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તેના દર વધારવામાં આવ્યા નથી. છેલ્લા બે વર્ષ દરમિયાન ડાયાલીસીસ ફિલ્ટર સિંગલ ટાઈમ યુઝ કરવાનો નિયમ કરવામાં આવતા દર્દી દીઠ હોસ્પિટલોને ખર્ચમાં રૂ. 400નો વધારો થયો છે. આ સ્થિતિમાં ગુજરાત નેફ્રોલોજીસ્ટ એસોસીએશન અને હોસ્પિટલ રીપ્રેઝેન્ટેટીવ દ્વારા ગુજરાતના આરોગ્ય મંત્રીને અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં આજ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. ત્રણ દિવસની હડતાલ પછી પણ પ્રશ્નનો ઉકેલ નહી આવે તો રાજ્યભરની હોસ્પિટલોમાં મુખ્યમંત્રી અમૃતમ (માઁ) યોજનાનો બહિષ્કાર કરવામાં આવશે. ત્રણ દિવસ દરમિયાન 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ચીનમાં મોટી દુર્ઘટનાઃ ભૂસ્ખલનને કારણે 21 લોકોના મોત, 6 ગુમ, 900 ઘરોની લાઇટ ગુલ