Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

35 વર્ષ બાદ પહેલીવાર સાળંગપુરમાં દાદાના દરબારમાં ધુળેટીની ઉજવણી

35 વર્ષ બાદ પહેલીવાર સાળંગપુરમાં દાદાના દરબારમાં ધુળેટીની  ઉજવણી
, શુક્રવાર, 18 માર્ચ 2022 (11:48 IST)
સાળંગપુરમાં છેલ્લાં 35 વર્ષ બાદ પહેલીવાર ધુળેટીની દાદાના દરબારમાં અતિભવ્ય ઉજવણી કરવામાં આવી . દાદાને અર્પણ કરાયેલાં 2 હજાર કિલોથી વધુ રંગ સંતો દ્વારા હરિભક્તો પર ઉડાડવામાં આવ્યો હતો. આ રંગોત્સવ માટે હનુમાનજી મંદિર દ્વારા વિશેષ તૈયારી પણ કરવામાં આવી હતી. આ માટે લોખંડની પાઇપમાં 3 કિલોથી વધુ રંગ ભરીને તેને બ્લાસ્ટ કરવામાં આવતાં બ્લાસ્ટ કરાયેલો રંગ 70 ફૂટ સુધી ઊંચે ઉડતાં આકાશમાં રંગબેરંગી નજારો જોવા મળ્યો હતો. આ ઉપરાંત મંદિર પરિસરમાં 25 હજારથી વધુ અલગ-અલગ ચોકલેટ પણ હરિભક્તો પર ઉડાડવામાં આવી હતી.
 
સાળંગપુરમાં હનુમાનજી મંદિર દ્વારા રંગોત્સવ માટે વિશેષ તૈયારી કરી દેવામાં આવી હતી. આજે દાદાને રંગ અને પિચકારી અર્પણ કરાયા છે. ધુળેટીના દિવસે દરેક હરિભક્તોને પ્રસાદીના રંગથી રંગવામાં આવ્યાં હતાં. આ માટે મંદિરના વિશાળ પરિસરમાં અમદાવાદના કારીગરો દ્વારા તૈયાર કરાયેલાં સ્પેશિયલ ટેક્નોલોજી દ્વારા લોખંડની પાઇપમાં ત્રણ કિલો રંગ ભરીને બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. બ્લાસ્ટ થતાં જ રંગ આકાશમાં 70 ફૂટથી વધુ ઊંચે ઉડતાં પરિસરમાં નયનરમ્ય નજારો જોવા મળ્યો હતો.
 
સાળંગપુરમાં પહેલીવાર યોજાયેલા રંગોત્સવ માટે અમદાવાદ, સુરત અને બોટાદ સહિતના હરિભક્તોએ અહીં રંગો મોકલાવ્યા હતાં. અંદાજે 2 હજારથી કિલોથી વધુ રંગમાં હરિભક્તો દ્વારા મોકલાવેલાં કંકુ, અબીલ સહિતના ઓર્ગેનિક રંગ હતાં.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Russia-Ukraine War : યુએસના વિદેશ મંત્રીએ કહ્યું- યુદ્ધ પૂરું ન થાય ત્યાં સુધી રશિયા પર દબાણ ચાલુ રાખશે