Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

“ધોલેરા-સર” એશિયાનું સૌથી મોટું ઇન્ડસ્ટ્રીઅલ રિજિયન બનશે

“ધોલેરા-સર” એશિયાનું સૌથી મોટું ઇન્ડસ્ટ્રીઅલ રિજિયન બનશે
, ગુરુવાર, 1 એપ્રિલ 2021 (08:32 IST)
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વિધાનસભામાં જણાવ્યું હતું કે, “ધોલેરા-સર” એશિયાનું સૌથી મોટું ઇન્ડસ્ટ્રીઅલ રિજિયન બનશે. તેમણે ઉમેર્યું હતું કે, ધોલેરાના ખાસ ઝોન  સુધી પહોંચવા માટેના છ-માર્ગીય હાઇવેનું બાંધકામ આગળ ધપી રહ્યું છે અને ધોલેરા-સરની અંદર પણ સિમેન્ટ-કોંક્રિટના માર્ગો નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) દ્વારા બનાવવામાં આવી રહ્યા છે. 
 
ઉપરાંત અહીંના દરિયાઇ ખારા પાટને ધ્યાને રાખીને ડિસેલિનેશન પ્લાન્ટ મારફત ખારા પાણીને મીઠું કરવાની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે. 
 
તેમણે ઉમેર્યું હતું કે ધોલેરાને હવાઇ-સડક-રેલવે કનેક્ટીવીટીથી જોડવા માટે એરપોર્ટ- રેલવે લાઇન માટે જમીન સંદર્ભની કાર્યવાહી પણ ચાલી રહી છે. ધોલેરા-સરમાં પોતાના એકમ સ્થાપવા માટે ૨૧ ઉદ્યોગોએ MoU કરેલ હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Assam Vidhan Sabha Chunav Phase 2- 39 બેઠકો પર મતદાન શરૂ થયું, ઇવીએમ બગડતાં નાગાઓન-સિલચરમાં મતદાન અટક્યું