Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ફાયર NOCને લઈ શિક્ષણ વિભાગે કર્યો મહત્વનો આદેશ, જાણો સ્કૂલોને શું સૂચના આપી

ફાયર NOCને લઈ શિક્ષણ વિભાગે કર્યો મહત્વનો આદેશ, જાણો સ્કૂલોને શું સૂચના આપી
ગાંધીનગર , ગુરુવાર, 25 જુલાઈ 2024 (20:17 IST)
રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું અને ફાયર NOC મુદ્દે કાર્યવાહી શરૂ કરી હતી. ત્યારે હવે શિક્ષણ વિભાગ દ્વારા ફાયર NOC અને ફાયર સેફટીના સાધનોની વ્યવસ્થા નહિ હોય તેવી શાળાઓની માન્યતા રદ કરવામાં આવશે એવો આદેશ કરવામાં આવ્યો છે. ફાયર NOC લઈને શિક્ષણ વિભાગે શાળાઓને એક પરિપત્ર કરીને આગામી 30 દિવસમાં ફાયર એનઓસી મેળવી લેવા કડક સુચના આપવામાં આવી છે. 
 
શાળાની માન્યતા રદ કરવાની કાર્યવાહી થશે
પરિપત્ર પ્રમાણે શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાતની તમામ શાળાઓને ફાયર NOC અને ફાયર સેફટીના સાધનોને લઈને એક પરિપત્ર કરવામાં આવ્યો છે. આ પરિપત્રમાં શાળાઓએ 30 દિવસમાં ફાયર NOC મેળવી લેવા આદેશ કર્યો છે.ફાયર એન.ઓ.સી.ની મંજૂરી અને ફાયર સેફટીના સાધનોની વ્યવસ્થા કરવાની રહેશે અન્યથા શાળાની માન્યતા રદ કરવાની કાર્યવાહી થશે. બે કે તેથી વધારે માળ ધરાવતી શાળાઓએ ગ્રાઉન્ડ ફ્લોર અને પ્રથમ માળનો શૈક્ષણિક કાર્ય માટે ઉપયોગ કરવાનો રહેશે.જે શાળામાં વિધાર્થીઓની સંખ્યા વધારે હોય તે શાળામાં સંબંધિત જિલ્લા શિક્ષણાધિકારીને જાણ કરીને સ્કૂલની શિફ્ટ પધ્ધતિ ચલાવવી. 
 
બારી બારણા ખુલ્લા રહે તેની તકેદારી રાખવી પડશે
પરિપત્ર પ્રમાણે જે શાળાનો ફ્લોર એરીયા 500 ચો.મી.થી વધુ હોય તેવી શાળાઓએ શક્ય હોય ત્યા સુધી 500 ચો.મી.થી ઓછા ફ્લોર એરીયાનો શૈક્ષણિક કાર્ય માટે ઉપયોગ કરવો. શાળા સમય દરમ્યાન આગ લાગી શકે કે પ્રસરી શકે તેવા કોઇપણ પ્રકારના જવલનશીલ પદાર્થો, વસ્તુઓ રાખી શકાશે નહી અને તેવી કોઇ પ્રવૃતિ કરી શકાશે નહીં. શાળાઓમાં શૈક્ષણિક કાર્ય દરમ્યાન પુરતો હવા ઉજાસ જળવાઈ રહે, બારી બારણા ખુલ્લા રહે તેની તકેદારી રાખવી પડશે. શાળાઓએ ફાયર સેફ્ટી પ્લાન સરળ ભાષામાં તૈયાર કરી અને યોગ્ય જગ્યાએ પ્રદર્શિત કરવો.શાળામાં કોઇ અનિચ્છનીય બનાવ કે ઘટના બનશે તો તેની સંપુર્ણ જવાબદારી જે તે શાળાની રહેશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કેન્દ્ર સરકારે રાજ્યસભામાં સ્વીકાર્યુંઃ ગુજરાત હાઈકોર્ટમાં ન્યાયધીશોની 45% જગ્યાઓ ખાલી